બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Justice was served to the senior citizen of Surat Poly

સુરત / પોલીસ ધારે તો શું ન થઈ શકે? સિનિયર સીટીઝનને એવી મુસીબતમાંથી ઉગાર્યા કે સૌ કોઈના દિલજીતી લીધા

Dinesh

Last Updated: 07:23 AM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિનિયર સિટીઝનને ન્યાય અપાવ્યો પોલીસ તંત્રે; સુરતની રાંદેર પોલીસે સિનિયર સિટીઝન ફેમિલીને મદદરૂપ થઈ એક મોટી આફતમાંથી બચાવી લીધું છે, સિનિયર સિટિઝનને દુકાન અને ભાડું બંન્ને અપાવ્યો

  • સુરત પોલીની સિનિયર સિટિઝનને ન્યાય અપાવ્યો
  • સિનિયર સિટિઝનને દુકાન અને ભાડું પરત અપાવ્યો
  • રમણીકભાઈએ પોલીસ કમિશનરને અરજી કરી હતી


રાજ્ય સરકારે સમગ્ર રાજ્યના સિનિયર સિટીઝનોને કોઈ તકલીફ ન પડે અને ખાસ કરીને એકલા રહેતા સિનિયર સિટીઝનોને રાહત થાય તે માટે પોલીસ તંત્રને મદદરૂપ થવા માટે જણાવ્યું છે, આવી જ એક ઘટનાક્રમમાં સુરતની રાંદેર પોલીસે સિનિયર સિટીઝન ફેમિલીને મદદરૂપ થઈ એક મોટી આફતમાંથી બચાવી લીધું છે

સુરત પોલીની સિનિયર સિટિઝનને ન્યાય અપાવ્યો
જીવનના અંતિમ પડાવ પર પહોંચેલા આ સિનિયર સિટિઝન રમણભાઈ અને  તેમના પુત્ર આશિષભાઈ, આમ તો મુશ્કેલીઓ અને આ પરિવારને ખૂબ જૂનો નાતો છે. સુરત શહેરના રાંદેર રોડ અડાજણ પાટીયા પાસે કલ્પના સોસાયટીમાં રહેતા આ મહેતા પરિવાર આમ પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યુ છે. રમણીકભાઈ મહેતાની ઉંમર 85 વર્ષ છે તેમના પત્નીની ઉંમર 80 વર્ષ છે ત્યારે એક પુત્ર છે જેની ઉંમર 60 વર્ષ કરતા વધુ છે. એક ફેમિલના આ તમામ સભ્યો સિનિયર સિટીઝન છે, તેમને આવકનો કોઈ સ્તોત્ર નથી પરંતુ તેમની પાસે પાસે મોકાના જગ્યામાં એક દુકાન હતી જે ભાડે આપી હતી. પરંતુ ભાડુઆતે માત્ર ત્રણ મહિનાની ડિપોઝિટ આપવા સિવાય ભાડું ચૂક્યું નહીં અને આ ફેમિલી મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.

રમણીકભાઈએ પોલીસ કમિશનરને અરજી કરી હતી
આશીષભાઈના પિતા રમણીક મહેતા સરકારના સિંચાઈ વિભાગમાં નોકરી કરીને નિવૃત્ત થયેલા છે, રમણીકભાઈ મહેતાને થોડું પેન્શન મળે છે, પરંતુ તેનો મોટોભાગ પુત્રની સારવારમાં ખર્ચાય જાય છે. કારણ કે જે પુત્ર છે એને 1995 માં અકસ્માત થયો હતો ત્યારબાદ તે પથારીવસ છે. આ  સંજોગોમાં ભાડે આપેલી દુકાનનું ભાડું જ ન મળતાં આ ફેમિલિએ પોલીસની મદદ માગવી પડી આશિષભાઈન પિતા રમણીકભાઈએ આ મામલે પોલીસ કમિશનર અજય કુમાર સોમરને લેખિતમાં અરજી કરી છે. સુરત પોલીસ કમિશનરને કરવામાં આવેલી એક અરજીના આધારે રાંદેર પોલીસ છે તાબડતો એક્શનમાં આવીને સિનિયર સિટીઝનના પરિવારના હકના ભાડના નાણા પરત અપાવવામાં મદદ કરી હતી.

સિનિયર સિટિઝનને દુકાન અને ભાડું પરત અપાવ્યો
આમ સામાન્ય નાગરિકોને હવે પોલીસના માનવીય ચહેરાના દર્શન થઈ રહ્યા છે. આજે  રાજ્યમાં વ્યાજખોરો સામે ઝુંબેશ ચાલી રહી છે તેના કારણે અનેક પરિવારોને ન્યાયની આશા બંધાઈ છે, તેવા સમયે એક સિનિયર સિટિઝન પરિવારને ત્વરિત હેલ્પ કરીને પોલીસે નાગરિકોના દિલજીત લીધા છે.
પોલીસની આ માનવીય પહેલ અનેક નાગરિકોમાં વિશ્વાસનું સર્જન કરનારી છે. પોલીસે આ પ્રકારની મદદ કરીને એ પણ સંદેશો આપ્યો છે કે અપરાધીઓ સામે કડક હાથે કામ લેનારી પોલીસ સમય આવ્યે નિર્દોષ લોકોને ન્યાય અપાવાવનું પણ કામ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ