બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / jio tower vandalised in punjab calls likel to face congestion

નુકસાન / આંદોલન : રિલાયન્સને સબક શીખવાડવા ખેડૂતોએ જે કામ કર્યુ તેમાં ઊંધો પડ્યો દાવ

Published By: Divyesh

Last Updated: 11:13 AM, 30 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા કૃષિ  બિલ સામે ખેડૂત આંદોલન જેમ-જેમ આગળ વધી રહ્યું છે, તેમાં ઉપદ્રવ, તોડ ફોડ જેવી દુઃખદ વાતો પણ સામે આવી રહી છે. ખાસ કરીને પંજાબમાં મોટા પાયે રિલાયન્સના જીયો ટાવરને નુકસાન પહોંચાડવાને લઇને સમાચાર સામે આવી રહ્યાં છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જે  ટાવરને જીયો સમજીને આંદોલનકારીઓ નુકસાન પહોંચાડી રહ્યાં છે, તેના પુરા કારોબારને રિલાયંસની આ વર્ષે જ કેનેડાની એક કંપનીને વેચાણ કરી દીધી છે.

એક મળતા અહેવાલ મુજબ પંજાબમાં જ જીયોના અંદાજે 1,500 ટાવરને નુકસાન પહોંચાડ્યું છે. તેનું કારણ રાજ્યમાં ઘણી જગ્યાએ જીયોની સેવા બંધ થઇ ગઇ છે. મોબાઇલ ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇંડિયા (COAI) એ રાજ્ય સરકારને આ ટાવરની સુરક્ષા પ્રોવાઇડ કરવાની માગ કરી છે. 

કેમ કરી રહ્યું છે આંદોલનકારીઓ હુમલો

ઉલ્લેખનીય છે કે ખેડૂતોની વચ્ચે એ વાત પ્રચાર કરવામાં આવી રહી છે કે નવા ખેડૂત  બિલથી મોટા ઉદ્યોગપતિઓને ખાસ કરીને મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને ફાયદો થશે. એટલા માટે ખેડૂતોના ઉગ્ર થયા બાદ રિલાયંસ જિયોની મિલકતને નિશાન બનાવામાં આવી રહ્યા છે જે દેશના ગામડા-નાના વિસ્તારો સુધી પહોંચી ગયા છે. 

કોણે ખરીદ્યા છે જિયોના ટાવર

અસલમાં કેનેડાની કંપની બ્રૂકફીલ્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર પાર્ટનર્સ LPએ રિલાયંસ જિયોના ટાવર કારોબારની 100 ટકા ભાગીદારી અંદાજે 25,215 કરોડ રુપિયામાં ખરીદી લીધી છે. જીયોની પાસે દેશભરમાં અંદાજે 1,35,00 ટાવર હતા, જે જિયો ઇન્ફ્રાટેલ નામની કંપની દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યાં હતા. 

એક ખાનગી ન્યૂઝ ચેનલના સમાચાર અનુસાર આ ડિલ ઓક્ટોબર 2020માં પુરી થઇ ગઇ છે. જો કે આ ડિલ 2019માં થઇ હતી અને તેના માટે નિયામક મંજૂરીની હજી રાહ જોવાઇ રહી હતી. 

હવે શું આમ બચ્યું છે Joi નો ટાવર કારોબાર

હવે આ ટાવર કારોબારમાં જિયોનો કોઇ ભાગ નથી, પરંતુ ટાવરના વપરાશ માટે માસ્ટર સર્વિસેઝ કરાર મુજબ જિયો તેની મુખ્ય ટેનેન્ટ હશે. 30 વર્ષ સુધી જિયો તેનો ઉપયોગ કરશે અને તેના બદલે ટાવર કંપનીઓને ભાડુ ચૂકવશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Punjab jio tower જિયો ટાવર મોબાઇલ jio

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ