બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / jio recharge plan rs 1999 jio phone plan offers free smartphone
Premal
Last Updated: 05:32 PM, 18 April 2022
ADVERTISEMENT
સ્માર્ટફોનની ખાસિયત
જેમાં કોઈ પણ નેટવર્ક પર કૉલ કરવા માટે યુઝર્સને અનલિમિટેડ ફ્રી વૉઈસ કોલિંગની સુવિધા અપાઈ રહી છે. આ પ્લાનમાં કુલ મળીને 24 જીબી ડેટા પણ મળી રહ્યો છે. એટલું જ નહીં, આ પ્લાનની મુદ્દત 2 વર્ષની છે. SMSની વાત કરવામાં આવે તો આ પ્લાનમાં દરરોજ 28 દિવસ પર 50 એસએમએસ મળે છે. ફ્રીમાં મળી રહેલા જિયોના આ સ્માર્ટફોનના ફીચર્સની વાત કરીએ તો તેની ડિઝાઈન ખૂબ જ કૉમ્પેક્ટ છે. આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે. જેમાં 2.4 ઈંચની TFT QVGA ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રેઝોલ્યુશન 320 x 240 પિક્સલ છે. જેમાં અલ્ફાન્યુમેરિક કીપેડ પણ રહેલુ છે.
ADVERTISEMENT
ફોનના રિયરમાં 0.3 મેગાપિક્સલનો પહેલો કેમેરો આપવામાં આવ્યો
આ સિવાય ટૉર્ચ લાઇટ, રિંગટોન, કેમેરા, માઇક્રોફોન અને સ્પીકર, કૉલ હિસ્ટ્રી અને ફોન કૉન્ટેક્ટ વગેરે સામેલ છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં 4G LTE સપોર્ટ, એફએમ રેડિયો, વાઈ-ફાઈ, હેડફોન જેક અને બ્લૂટૂથ કનેક્ટિવિટી મળે છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો આ ફોનના રિયરમાં 0.3 મેગાપિક્સલનો પહેલો કેમેરો આપવામાં આવ્યો છે. તો આ ફોનના ફ્રન્ટમાં સેલ્ફી માટે 0.3 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. કૉમ્પેક્ટ ડિઝાઈનવાળા આ ફોનમાં 128GBનો માઇક્રોએસડી કાર્ડ લગાવવામાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.