બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / jio-recharge-plan-know-here-rs-11-jio-rs-98-jio-rs-52-jio-rs-101-jio-rs-19-recharge-plan

NULL / 11થી લઇને 101 રૂપિયા સુધી આ છે રિલાયન્સ જિયોના પ્લાન જાણો કયો છે બેસ્ટ

vtvAdmin

Last Updated: 05:50 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મોબાઇલ નેટવર્ક કંપનીઓ પોતાના પ્લાન્સમાં સતત બદલાવ કરી રહી છે. તમામ કંપનીઓ પોતાના યૂઝર્સને સસ્તામાં વધારે સર્વિસ આપવાનો પ્રયત્ન કરી રહી છે. આજે અમે તમને રિલાયન્સ જિયોના પ્લાન વિશે જણાવીશું.

સૌથી પહેલા જિયોના 11 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં યૂઝરને 400MBનો હાઇ સ્પીડ ડેટા મળે છે. આ પ્લાનની કોઇ વેલિડિટી નથી અને ન તો તેમાં કૉલિંગ માટેની સુવિધા મળે છે. આ એક એડ ઑન પ્લાન છે. એડ ઑન પ્લાન પહેલાથી જ ફોનમાં ચાલી રહેલા વેલિડિટીના પ્લાન સાથે કામ કરે છે. આ પ્લાનની વેલિડિટી પણ એટલી જ હોય છે જેટલી પહેલા ચાલી રહેલા પ્લાનની હોય.

જિયોના 19 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગ અને હાઇ સ્પીડ 0.15GB ડેટા મળ છે. આ પ્લાનની વેલિડિટી 1 દિવસની છે. જિયોના 21 રૂપિયાના એડ ઑન પેકમાં 1GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવે છે જ્યારે જિયોના 49 રૂપિયાના પેકમાં 28 દિવસની વેલિડિટીની સાથે હાઇ સ્પીડ 1GB ડેટા આપવામાં આવે છે. આ પ્લા માત્ર જિયોના ફિચર ફોન માટે જ છે. જિયોના 51 રૂપિયાના એડ ઑન પેકમાં 3GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવી રહ્યો છે.

જિયોના 52 રૂપિયાના પ્લાનમાં યૂઝરને 7 દિવસ સુધી અનલિમિટેડ કૉલિંગ અને અનલિમિટેડ ડેટા આપવામાં આવી રહ્યો છે. અનલિમિટેડ ડેટાની એક શરતની સાથે આપવામાં આવી રહ્યો છે. જેમાં દરરોજ હાઇ સ્પીડ 0.15GB ડેટા મળશે. લિમિટ પૂરી થયા પછી ઇન્ટરનેટ તો અનલિમિટેડ ચાલશે પરંતુ સ્પીડ ધટીને 64kbps  સુધીની રહી જશે આ સિવાય 98 રૂપિયાના પ્લાનમાં 28 દિવસ સુધી અનલિમિટેડ કૉલિંગઅને ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવી રહી છે. જેમાં હાઇ સ્પીડ 2GB ડેટા મળશે. જિયોના 101 રૂપિયાના પ્લાનની જો વાત કરવામાં આવે તો આ એક એડ ઑન પેક છે. જેમાં યૂઝર્સને 6GB  હાઇ સ્પીડ ડેટા આપવામાં આવી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ