બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / જેતપુરમાં કાર ચાલકનો આતંક, બાઈક-કારને અડફેટે લીધા પછી વીજપોલને ઉડાવ્યો, પંથકમાં છવાયો અંધારપટ

ગુજરાત / જેતપુરમાં કાર ચાલકનો આતંક, બાઈક-કારને અડફેટે લીધા પછી વીજપોલને ઉડાવ્યો, પંથકમાં છવાયો અંધારપટ

Nidhi Panchal

Last Updated: 12:05 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લાના જેતપુરમાં વધુ એક વખત બેફામ રફ્તારના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. ઓવરસ્પીડ કાર બેકાબૂ બનતાં પહેલા વીજપોલ સાથે અથડાઈ અને ત્યારબાદ કાર તેમજ બાઈકને અડફેટે લેતાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા

રાજકોટ જિલ્લાના જેતપુરમાં રફ્તારનો કહેર યથાવત્ જોવા મળ્યો છે. શહેરમાં સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક બેફામ કારચાલકે પોતાની કાર પરનો કાબૂ ગુમાવતા પહેલા રસ્તા પર આવેલા વીજપોલ સાથે જોરદાર ટક્કર મારી હતી. ઓવરસ્પીડના કારણે કાર સંપૂર્ણપણે બેકાબૂ બની ગઈ હતી. વીજપોલ સાથે અથડાયા બાદ પણ કાર અટકી નહોતી અને આગળ જઈને એક કાર તેમજ બાઈકને અડફેટે લીધી હતી.

RJT

ટક્કરના કારણે વીજપોલ ધરાશાયી થઈ

આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારની જોરદાર ટક્કરના કારણે વીજપોલ ધરાશાયી થઈ ગયો હતો. વીજપોલ ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને આખા પંથકમાં અંધારપટ છવાઈ ગયો હતો. સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અડફેટે આવેલી બાઈક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ

અકસ્માત દરમિયાન કારની અડફેટે આવેલી બાઈક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતને કારણે થોડા સમય માટે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.

આ પણ વાંચો : જામનગર-અમદાવાદ જિલ્લાના ખેડૂતો પહોંચશે મોરબીના જેતપુર ગામે, ખેડૂતોને આંદોલનમાં આપશે સાથ

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કાર ખૂબ જ વધુ ઝડપે દોડી રહી હતી, જેના કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ઓવરસ્પીડના કારણે કાર પહેલા વીજપોલ સાથે અથડાઈ અને ત્યારબાદ બાઈક તથા અન્ય કારને અડફેટે લેતા અકસ્માત વધુ ગંભીર બન્યો હતો. વીજપોલ ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો, જેના કારણે અનેક ઘરો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને વીજ વિભાગની ટીમો સ્થળ પર પહોંચી હતી અને વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે જરૂરી કામગીરી હાથ ધરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jetpur Accident Rajkot News Speeding Car
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ