બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 29 જૂનથી 8 જુલાઈ સુધી વરસાદની શક્યતા, અંબાલાલ પટેલની મોટી આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / 29 જૂનથી 8 જુલાઈ સુધી વરસાદની શક્યતા, અંબાલાલ પટેલની મોટી આગાહી

Last Updated: 11:47 AM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 29 જૂનથી 11 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે

1/6

photoStories-logo

1. આજથી ફરી વરસાદી માહોલ

ગુજરાતમાં આજથી ફરી વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે 29 જૂનથી 8 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે. તેમણે જણાવ્યું કે હાલમાં દરિયાઈ વિસ્તારમાં કોઈ સક્રિય સિસ્ટમ નથી, જેના કારણે વરસાદ થોડો ખેંચાયો છે. સાથે જ હવામાં ભેજનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોવાથી છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદનું જોર ઘટ્યું હતું. જોકે હવે પરિસ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ ધીમે-ધીમે વધશે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા ફરી સક્રિય બનશે. ખેડૂતો માટે પણ આ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 3થી 4 જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, તો તેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. તેના કારણે પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને પંચમહાલ જિલ્લાના વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા રહેશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ

તેમણે જણાવ્યું કે 8 જુલાઈ સુધી મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, આહવા, ડાંગ અને નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 29 અને 30 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 29 અને 30 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે 11 જુલાઈ સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ યથાવત રહેશે. જેના કારણે લોકોને સાવચેત રહેવાની જરૂર રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 4 જુલાઈ દરમિયાન મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાની શક્યતા

આ ઉપરાંત તેમણે એવી પણ આગાહી કરી છે કે 4 જુલાઈ દરમિયાન મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તેના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે. રાજ્યના નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને હવામાન વિભાગ તથા સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેડૂતો, નાગરિકો અને તંત્રને પણ સતર્ક રહેવાની જરૂર હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Gujarat Ambalal Patel Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ