બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગર-અમદાવાદ જિલ્લાના ખેડૂતો પહોંચશે મોરબીના જેતપુર ગામે, ખેડૂતોને આંદોલનમાં આપશે સાથ

ગુજરાત / જામનગર-અમદાવાદ જિલ્લાના ખેડૂતો પહોંચશે મોરબીના જેતપુર ગામે, ખેડૂતોને આંદોલનમાં આપશે સાથ

Nidhi Panchal

Last Updated: 10:55 AM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોનું આંદોલન સતત યથાવત છે. હવે આ આંદોલનને સમર્થન આપવા અમદાવાદ અને જામનગર જિલ્લાના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જેતપર ગામે પહોંચી રહ્યા છે.

મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોનું આંદોલન સતત યથાવત છે. ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. હવે આ આંદોલનને રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ સમર્થન મળવા લાગ્યું છે. ખાસ કરીને અમદાવાદ અને જામનગર જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં જેતપર ગામે પહોંચી આંદોલનમાં જોડાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોના આંદોલનને વધુ બળ મળ્યું છે.

khedut

ખેડૂતો પણ જેતપર ગામે ચાલી રહેલા આંદોલનને સમર્થન

અમદાવાદ જિલ્લાના ખેડૂતો પણ જેતપર ગામે ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવા માટે રવાના થયા છે. માહિતી અનુસાર, અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ખેડૂતો જેતપર ગામ જવા માટે નીકળ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે તેઓ પોતાના ખેડૂત ભાઈઓને સમર્થન આપવા અને તેમની લડતમાં સાથે ઊભા રહેવા માટે જેતપર જઈ રહ્યા છે. આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે.

ખેડૂતો પણ આંદોલનના સમર્થનમાં આગળ

બીજી તરફ જામનગર જિલ્લાના ખેડૂતો પણ આંદોલનના સમર્થનમાં આગળ આવ્યા છે. જામનગરના 15થી વધુ ગામોના ખેડૂતો જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં જોડાવા માટે રવાના થયા છે. માહિતી મુજબ 50થી પણ વધુ કારનો કાફલો જામનગરથી જેતપર ગામ તરફ નીકળ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો એકસાથે રવાના થતાં આંદોલનને રાજ્યવ્યાપી સમર્થન મળી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

ખેડૂતોને નુકસાન થવાની શક્યતા

જામનગર જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે તેમના જિલ્લામાં પણ ખાનગી કંપનીઓની લાઈનોના કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. તેથી તેઓ મોરબીના જેતપર ગામે ચાલી રહેલા આંદોલનને પોતાનો સંપૂર્ણ ટેકો આપી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે ખેડૂતોના પ્રશ્નો માત્ર એક જિલ્લાના નથી, પરંતુ સમગ્ર રાજ્યના ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓ છે.

khedut-2

બોરસદિયાએ પણ પોતાનો પ્રતિભાવ આપ્યો

આ સમગ્ર મામલે ખેડૂત વિપુલ બોરસદિયાએ પણ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ખેડૂતોના હિતોની રક્ષા માટે એકતા ખૂબ જ જરૂરી છે અને તમામ જિલ્લાઓના ખેડૂતો એકસાથે આવીને આંદોલનને સમર્થન આપી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.

આ પણ વાંચો : ગાંધીનગરથી CM ભૂપેન્દ્ર પટેલે પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો, 82 લાખ બાળકોને પોલિયાની રસી અપાશે

મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સતત સમર્થન મળી રહ્યું છે. અમદાવાદ અને જામનગર બાદ અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ આંદોલનમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો એકતા દર્શાવી પોતાના પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરી રહ્યા છે. હાલ જેતપર ગામે ખેડૂતોનું આંદોલન યથાવત છે અને વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતોનો કાફલો સતત ત્યાં પહોંચી રહ્યો છે. આંદોલનને મળતા વધતા સમર્થનને કારણે સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi Farmers Protest Gujarat Farmers Jetpar Village
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ