બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે વધુ એક મોટો ખુલાસો, ડ્રોન વીડિયોગ્રાફી પાછળ 24 લાખના ખર્ચને લઈને સવાલો ઊભા થયા

ગુજરાત / જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે વધુ એક મોટો ખુલાસો, ડ્રોન વીડિયોગ્રાફી પાછળ 24 લાખના ખર્ચને લઈને સવાલો ઊભા થયા

Nidhi Panchal

Last Updated: 01:23 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશનને લઈને હવે નવા વિવાદે જોર પકડ્યું છે. ડિમોલિશનની વીડિયોગ્રાફી અને ડ્રોન શૂટિંગ પાછળ 24 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા ડિમોલિશનને લઈને હવે વધુ એક મોટો વિવાદ સામે આવ્યો છે. ડિમોલિશનની કામગીરી કરતાં પણ તેની વીડિયોગ્રાફી અને ડ્રોન શૂટિંગ પાછળ કરવામાં આવેલા ખર્ચને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ડિમોલિશનના નામે છેતરપંડી કરતા પણ વધુ તાયફા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો વચ્ચે હવે 24 લાખ રૂપિયાના ખર્ચ અંગે મોટો ખુલાસો થયો છે.

demolation-1.jpg

ડ્રોન શૂટિંગ માટે અંદાજે 24 લાખ રૂપિયાનો ખર્ચ

માહિતી મુજબ, જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન વીડિયોગ્રાફી અને ડ્રોન શૂટિંગ માટે અંદાજે 24 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ખર્ચને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. ખાસ કરીને ત્યારે જ્યારે સરકારી વિભાગ પાસે પોતાનો ડ્રોન ઉપલબ્ધ હોવા છતાં ખાનગી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે EXCLUSIVE માહિતી

VTV NEWS પર વીડિયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ રાખનાર હિતેશ ભાયાણીએ આ સમગ્ર મામલે EXCLUSIVE માહિતી આપી છે. હિતેશ ભાયાણીએ 24 લાખ રૂપિયાના ખર્ચ અંગે મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે ડિમોલિશન દરમિયાન ડ્રોન વીડિયોગ્રાફી અને શૂટિંગ માટે ખાનગી વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ખુલાસા બાદ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

સરકારી ડ્રોન ઉપલબ્ધ હોવા છતાં ખાનગી ડ્રોનથી શૂટિંગ

આક્ષેપો મુજબ, સરકારી ડ્રોન ઉપલબ્ધ હોવા છતાં ખાનગી ડ્રોનથી શૂટિંગ કરાવવામાં આવ્યું હતું. જેના કારણે મનપા દ્વારા 24 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ નિર્ણય પાછળનું કારણ શું હતું અને સરકારી સાધનોનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો નહીં તેવા સવાલો પણ હવે ઉઠી રહ્યા છે. જંગલેશ્વર ડિમોલિશનને લઈને હવે ખર્ચની પારદર્શિતા અને વહીવટી પ્રક્રિયા અંગે ચર્ચા તેજ બની છે. સરકારી ડ્રોન હોવા છતાં ખાનગી ડ્રોનનો ઉપયોગ કરીને મનપાએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોવાના આક્ષેપોને લઈને જવાબદાર અધિકારીઓ સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.

આ પણ વાંચો : પોલીસ કર્મીએ પોતાની રાઇફલથી ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો, ગાંધીનગરમાં મચી ચકચાર

આ સમગ્ર મામલે હવે સંબંધિત તંત્ર શું સ્પષ્ટતા કરે છે અને 24 લાખ રૂપિયાના ખર્ચ અંગે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે. ડિમોલિશનની કામગીરી કરતાં પણ વીડિયોગ્રાફી પાછળ થયેલો ખર્ચ હવે ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Drone Video Jangleshwar Demolition Rajkot New
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ