બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Jayram ramesh said bharat jodo yatra is not project rahul as PM candidate

નિવેદન / ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ રાહુલ ગાંધીને PM પદના ઉમેદવાર પ્રોજેક્ટ કરવાનો નથી- જયરામ રમેશ

Vaidehi

Last Updated: 06:17 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસની ભારત જોડો યાત્રા હરિયાણાના કરનાલ જિલ્લામાં પહોંચી છે. અહીં જયરામ રમેશે ફરીથી કહ્યું છે કે ભારત જોડો યાત્રા ચૂંટણીલક્ષી નથી. આ એક વૈચારિક યાત્રા છે.

  • કોંગ્રેસની ભારત જોડો યાત્રા હરિયાણામાં
  • વરિષ્ઠ નેતા જયરામ જોશીએ આપ્યું નિવેદન 
  • તેમણે કહ્યું કે આ એક વૈચારિક યાત્રા છે

કોંગ્રેસની ભારત જોડો યાત્રા સવારે હરિયાણામાં પાનીપતથી કરનાલ જિલ્લામાં પહોંચી છે. કરનાલમાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસનાં ઘણાં વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા છે. આ દરમિયાન કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે ભારત જોડો યાત્રા 2024ની લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદનાં ઉમેદવારનાં રૂપમાં રજૂ કરવા માટેની રાજનીતિ નથી.

આ એક વૈચારિક યાત્રા છે-કોંગ્રેસ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે આ ભારત જોડો યાત્રા 2024ની લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદનાં ઉમેદવારનાં રૂપમાં રજૂ કરવા માટેની રાજનીતિ નથી. તેમણે કહ્યું કે આ એક વૈચારિક યાત્રા છે જેનો મુખ્ય ચહેરો રાહુલ ગાંધી છે. ભારત જોડો યાત્રા કોઈ એક વ્યક્તિની નથી. કરનાલનાં ભારત જોડો યાત્રા દરમિયાન ઓલંપિક પદક વિજેતા બોક્સર વિજેન્દ્ર સિંહ અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની સાથે રણદીપસિંહ સુરજવાલા પણ જોડાયા હતાં.

ભારત જોડો યાત્રાનાં ત્રણ મોટા મુદા
જયરામ રમેશ હરિયાણએ ભારપૂર્વક કહ્યું કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની માર્ચમાં રાહુલ ગાંધીએ ત્રણ મોટા મુદાઓને ઊઠાવ્યાં છે જેમાં આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજનૈતિક સત્તાવાદ સમાવિષ્ટ છે.

7 સપ્ટેમ્બરનાં કન્યાકુમારીથી શરૂ થઇ હતી યાત્રા
ભારત જોડો યાત્રાએ હાલમાં હરિયાણામાં ફરીથી પ્રવેશ કરેલ છે. રાહુલ ગાંધીએ શુક્રવારે પાણીપતમાં એક રેલીનું સંબોધન કર્યું અને અર્થવ્યવસ્થાની સાથે બેરોજગારીને લઈને સરકારની આલોચના કરી. હરિયાણામાં 21થી 23 ડિસેમ્બર સુધી યાત્રાનાં પહેલા ચરણમાં 130 કિમીનું અંતર કાપ્યું છે અને તે નૂંહ, ગુરૂગ્રામ અને ફરીદાબાદ જિલ્લાઓથી પસાર થઈ હતી. ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને 30 જાન્યુઆરીનાં શ્રીનગરમાં રાહુલ ગાંધીનાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાથી સંપન્ન થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ