ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / jaya bachchan tested corona positive

કોરોનાનો કહેર / શબાના આઝમી બાદ જયા બચ્ચન પણ થયા કોરોનાથી સંક્રમિત, કરણ જોહરને દિલ્હીમાં શૂટીંગ અટકાવવું પડ્યું

Published By: Pravin

Last Updated: 08:31 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ અને દુનિયામાં ફરી એક વાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે હવે નેતાઓ અને અભિનેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હાલમાં બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા.

ADVERTISEMENT

દેશ અને દુનિયામાં ફરી એક વાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે હવે નેતાઓ અને અભિનેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હાલમાં બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યાર હવે ફિલ્મ જગતમાંથી વધું એક મોટુ નામ સામે આવી રહ્યું છે, જેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. હકીકતમાં જોઈએ તો, અભિનેત્રી જયા બચ્ચન કોરોના પોઝિટીવ થયા છે. 

જયા બચ્ચન હાલમાં કરણ જૌહરની આગામી ફિલ્મ રૉકી ઔર રાની કી પ્રેમ કહાનીના શૂટીંગમાં બિઝી હતી. જો કે, અભિનેત્રી કોરોનાથી સંક્રમિત થતાં હવે દિલ્હીમાં થનારુ શૂટીંગને રોકી દેવામાં આવ્યું છે. આ અગાઉ વર્ષ 2020માં જયા બચ્ચનનો આખો પરિવાર કોરોનાથી સંક્રમિત થયો હતો. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન, તેમના દિકરા અભિષેક બચ્ચન, વહુ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા પણ કોરોનાથી સંક્રમિત થઈ હતી. જો કે, તે સમયે જયા બચ્ચન કોરોનાથી સંક્રમિત થયા નહોતા.

 


જયા બચ્ચનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ કરણ જૌહરે પોતાની આગામી ફિલ્મ રૉકી ઔર રાની કી પ્રેમ કહાનીનું આગામી શિડ્યૂલ પોસ્ટપોન કરી દીધું છે. હકીકતમાં કરણ જૌહરની ફિલ્મનું શૂટીંગ રોકવાનો નિર્ણય એટલા માટે લીધો છે કે,  કારણ કે થોડા સમય પહેલા આ ફિલ્મમાં મહત્વનો રોલ નિભાવી રહેલા શબાના આઝમી અને જયા બચ્ચનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એટલા માટે કરણ જૌહરે ફિલ્મનું શૂટીંગ રોકવાનો નિર્ણય લીધો છે.

રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ફિલ્મ સાથે જોડાયેલા એક નજીકના સૂત્રએ જણાવ્યું છે કે, આ ફિલ્મનું શૂટીંગ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતુ અને ફિલ્મના આ શિડ્યૂલને 14 ફેબ્રુઆરી સુધીમાં પુરુ કરવાનું હતું. પણ ફિલ્મમાં બે કલાકારો કોરોનાથી સંક્રમિત થતાં કરણે હાલમાં શૂટીંગ રોકી દીધું છે. હકીકતમાં કરણ ફિલ્મની બાકી કાસ્ટ અને ક્રૂના સભ્યો માટે જોખમ લેવા માગતો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Jaya Bachchan Karan Johar corona positive case covid 19 shabana azami Corona virus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ