બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ઈજાગ્રસ્ત જસપ્રીત બૂમરાહ ચેમ્પિયન ટ્રોફી રમશે કે નહીં? સામે આવ્યું અપડેટ

રિપોર્ટ / ઈજાગ્રસ્ત જસપ્રીત બૂમરાહ ચેમ્પિયન ટ્રોફી રમશે કે નહીં? સામે આવ્યું અપડેટ

Last Updated: 03:14 PM, 3 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસપ્રીત બૂમરાહ બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ દરમિયાન ઇન્જર્ડ થતાં તેને છેલ્લી ટેસ્ટ માંથી બહાર કરવામાં આવ્યો હતો. હાલ તે બેંગલોર રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી પહોંચ્યો છે જ્યાં બીસીસીઆઇની મેડિકલ ટીમ દ્વારા તેના ટેસ્ટ થશે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે બુમરાહ છેલ્લી ટેસ્ટ મેચમાં બોલિંગ પણ કરી શક્યો ન હતો અને તેને સ્કેન માટે મેચની વચ્ચે જ મેદાન છોડવું પડ્યું હતું. હવે, બુમરાહને ઇંગ્લેન્ડ સાથેની ODI શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, પરંતુ તેના રમવા પર હજુ પણ શંકા છે.

બેંગ્લોરમાં થશે બૂમરાહનું પરીક્ષણ

જસપ્રીત બુમરાહ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) ગયો છે. બીસીસીઆઈ મેડિકલ ટીમ હેઠળ ફાસ્ટ બોલરનું વધુ સ્કેન કરવામાં આવશે જેથી ખાતરી કરી શકાય કે તે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ફિટ છે કે નહીં. ઈજાને કારણે બુમરાહ ઈંગ્લેન્ડ સાથેની T20 શ્રેણીમાં પણ રમી શક્યો ન હતો. એક મીડિયા અહેવાલ મુજબ, ઈજા છતાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદગી પામેલા બુમરાહ આ અઠવાડિયે સ્કેન કરાવ્યા પછી અને મેડિકલ ટીમ દ્વારા ક્લિયર થયા પછી જ ICC ટુર્નામેન્ટમાં ભાગ લેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બુમરાહ આગામી થોડા દિવસો બેંગલુરુમાં રહેશે અને NCA નિષ્ણાતો અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિને પોતાનો અભિપ્રાય મોકલશે.

અજીત અગરકર મોકલશે અભિપ્રાય

ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કહ્યું હતું કે, "બુમરાહને પાંચ અઠવાડિયા માટે આરામ કરવાનું કહેવામાં આવ્યું છે અને તે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે વનડે માટે ઉપલબ્ધ રહેશે નહીં. અમે તેમની ફિટનેસની રાહ જોઈ રહ્યા છીએ અને ફેબ્રુઆરીની શરૂઆતમાં મેડિકલ ટીમ પાસેથી તેમની સ્થિતિ વિશે જાણીશું. ત્યાં સુધીમાં આપણને કદાચ થોડી વધુ ખબર પડશે કે તેની મેડિકલ કન્ડિશન શું છે?"

વધુ વાંચો: ક્રિકેટમાં ચગ્યો Concussion વિવાદ, શિવમ દુબેએ ઈગ્લેંડના ટીમની બોલતી કરી બંધ, ગાવસ્કર પણ સપોર્ટમાં

8 દિવસ પછી લેવાશે નિર્ણય

BCCI એ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. જેમાં જસપ્રીત બુમરાહની પણ પસંદગી કરવામાં આવી છે. હવે, ટીમ અંગેનો અંતિમ નિર્ણય 11ફેબ્રુઆરી સુધીમાં લેવાનો છે, તેથી ટીમ ઈન્ડિયા પાસે હજુ 8 દિવસ બાકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Medical Fitness ICC Trophy Jasprit Bumrah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ