બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jamnagar court sentenced Bollywood director Rajkumar Santosh to 2 years

એક્શન / બોલિવુડ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને 2 વર્ષની સજા, જામનગરના ઉદ્યોગપતિ સાથે છે કનેક્શન, જાણો સમગ્ર કેસ

Vishal Khamar

Last Updated: 04:19 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર ચેક રિટર્ન કેસમાં ફિલ્મ ડાયરેક્ટરને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી. જામનગરનાં ઉદ્યોગપતિ પાસેથી રાજકુમાર સંતોષીએ નાણાં લીધા હતા. કોર્ટે સજા તેમજ બમણી રકમ સાથે દંડ પણ ફટકાર્યો હતો.

  • ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને 2 વર્ષની સજા ફટકારી
  • ઉદ્યોગપતિ અશોક લાલ પાસેથી રાજકુમાર સંતોષીએ લીધા હતા નાણાં
  • કોર્ટે રાજકુમાર સંતોષીને 2 વર્ષની સજા સાથે બમણી રકમનો દંડ પણ ફટકાર્યો

 બોલિવુડનાં ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને ચેક રિટર્ન કેસમાં જામનગર કોર્ટે બે વર્ષની સજા અને ચેકની રકમથી બમણો દંડ ફટકાર્યો છે.  રાજકુમાર સંતોષીએ જામનગરના જાણીતા ઉદ્યોગપતિ પાસેથી ઉછીના પૈસા લીધા હતા. જેની સામે ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન થતા ઉદ્યોગપતિ દ્વારા જામનગર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. લાંબા સમય બાદ જામનગર કોર્ટે આજે કેસનો ચૂકાદો આપતા રાજકુમાર સંતોષીને 2 વર્ષની સજા તેમજ બમણી રકમનો દંડ પણ ફટકાર્યો હતો. 

2017 માં ઉદ્યોગપતિએ રાજકુમાર સંતોષી સામે કર્યો હતો કેસ

મળતી માહિતી મુજબ સુપર હિટ ફિલ્મો બનાવનાર ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને ફિલ્મ બનાવવા માટે પૈસાની જરૂર હતી. તે સમયે તેઓએ તેમના મિત્ર એવા જામનગરનાં ઉદ્યોગપતિ અશોકલાલ પાસેથી એક કરોડ દસ લાખ રૂપિયા ઉછીનાં લીધા હતા. જેની સામે રાજકુમાર સંતોષએ 10 ચેક આપ્યા હતા.  જે ચેક અશોકલાલે બેંકમાં સમયાંતરે ડિપોઝીટ કર્યા હતા. જે ચેક રિટર્ન થતા ફરિયાદીએ પોતાનાં વકીલ મારફતે  ધી નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કમલ 138 મુજબ તથા વિશ્વાસઘાત તેમજ છેંતરપીંડી કરતા આઈપીસી કલમ 408 તથા 420 મુજબ નોટીસ ફટકારેલ હતી. જે બાદ પણ રાજકુમાર સંતોષી દ્વારા રકમ ચૂકવવામાં ન આવતા ન છૂટે અશોકલાલ દ્વારા જામનગર કોર્ટમાં 2017 માં રાજકુમાર સંતોષી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ