બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Jammu Kashmir Punch terrorist attacked on army truck near thanamandi

આતંકી હુમલો / જમ્મુ કાશ્મીરનાં રાજૌરીમાં મોટો આતંકી હુમલો, સેનાના 3 જવાન શહીદ, ટ્રક આંતરીને કરાયો એટેક

Vaidehi

Last Updated: 07:39 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ-કાશ્મીરની પુંછ જિલ્લામાં આતંકીઓએ આજે સેનાની ટ્રક પર ફાયરિંગ કરી. સૂત્રો અનુસાર ગોળીબારીમાં 3 સૈનિકો શહીદ થઈ ગયાં છે જ્યારે 3 જવાનો ગંભીરપણે ઘાયલ છે.

  • જમ્મૂ-કાશ્મીરનાં પૂંછમાં ફરી હુમલો
  • આતંકીઓએ સૈનિકોની ટ્રક પર ફાયરિંગ કરી
  • 3 જવાનો શહીદ, 3 ઘાયલ

જમ્મૂ-કાશ્મીરનાં પુંછ જિલ્લામાં આતંકીઓએ સેનાનાં ટ્રક પર હુમલો કર્યો. આતંકીઓએ અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધી. અધિકારીઓએ સેનાનાં સૈનિકોને લઈ જતી ટ્રક પર આતંકીઓ દ્વારા કરવામાં આવેલ ગોળીબારીની પુષ્ટિ કરી છે. 

3 જવાનો શહીદ
માહિતી અનુસાર આતંકવાદીઓએ સૈનિકોનાં ટ્રક પર બપોરનાં આશરે 3.30 વાગ્યાની આસપાસ રાજૌરી-થાનામંડી-સૂરનકોટ રોડ પર સાવની વિસ્તારમાં હુમલો કર્યો. અધિકારીઓ અનુસાર આતંકીઓએ એક ટ્રક અને જિપ્સી સહિત પોલીસ વાહનો પર ગોળીબારી કરી જેમાં 3 જવાનો શહીદ થયાં અને 3 જવાનો ઘાયલ થયાં. 

અધિકારીઓએ જણાવ્યું કે આતંકી હુમલો થાનામંડી એરિયાની પાસે થયો છે. હુમલાની તરત બાદ વધુ સૈન્યદળ ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવ્યાં છે. અધિકારીઓએ આગળ જણાવ્યું કે પુંછનાં સુરનકોટ વિસ્તારમાં સ્થિત ડેરાની ગલીમાં ખુફિયા જાણકારીનાં આધાર પર બુધવારની રાત્રે જોઈન્ટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યો હતો. એરિયામાં અત્યારે પણ એન્કાઉન્ટર ચાલુ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ