ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / વડોદરાના સમાચાર / Cricket / jammu and kashmir cricketers team now in baroda 26 member team to participate in training camp

કેમ્પ / કલમ 370 હટાવ્યા બાદ જમ્મૂ-કાશ્મીરની ક્રિકેટ ટીમ વડોદરાના પ્રવાસે

Published By: Krupa

Last Updated: 05:58 PM, 6 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં પરિસ્થિતિ તણાપૂર્વ હોવાના કારણે જેકીસીએની ગતિવિધિઓ પ્રભાવિત થઇ. એના કારણે ટીમ વિજય હજારે ટ્રોફીમાં ભાગ લઇ શકી નહતી. જ્યારે આજરોજ કલમ 370 હટાવ્યા બાદ જમ્મૂ-કાશ્મીરની ક્રિકેટ ટીમ વડોદરાના પ્રવાસે છે.

ADVERTISEMENT

જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદ કેટલાક પ્રતિબંધો લગાવી દેવાયા હતા. જેને લઇ જમ્મૂ-કશ્મીરમાં ચાલતો મેન્ટર ઈરફાન પઠાણનો ક્રિકેટ કેમ્પ બંધ થઇ ગયો હતો અને ઈરફાન પઠાણ સહિત વડોદરાના કોચ પરત ફર્યાં હતાં. ત્યારે ક્રિકેટને અસર ન પડે તે માટે હવે જમ્મુ-કાશ્મીરની ટીમ ૧૦ દિવસ માટે વડોદરામાં પ્રેક્ટિસ કરવા આવી છે. 

જમ્મૂ-કાશ્મીરની ટીમના મેન્ટર ઈરફાન પઠાણ તમામ ક્રિકેટર્સને મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કોચિંગ આપી રહ્યાં છે. 24 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી વિજય હજારે ટ્રૉફી માટે ટીમે પોતાની તૈયારીઓ વધારી દીધી છે. મુખ્ય પ્રતિયોગિતાથી પહેલા ટીમ વડોદરામાં થનારા સિલેક્શન ટ્રાયલ, કેમ્પમાં ભાગ લેશે. એમાં 26 સભ્યો સામેલ થશે જેમાંથી મુખ્ય સ્પર્ધા માટે અંતિમ 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. 

આ ટ્રેનિંગ કેમ્પમાં ટીમના મેન્ટર ઇરફાન પઠાણ પણ સામેલ થશે. કાશ્મીરના ખેલાડીઓથી સંપર્ક નહીં થવાના કારણે એસોસિએશનની ગતિવિધિઓને અસર થઇ રહી હતી. 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પરિસ્થિતિ તણાપૂર્વ હોવાના કારણે જેકીસીએની ગતિવિધિઓ પ્રભાવિત થઇ. એના કારણે ટીમ વિજય હજારે ટ્રોફીમાં ભાગ લઇ શકી નહતી. જો કે હવે વિજય હજારે ટ્રોફીમાં ટીમની પહેલી સ્પર્ધા ત્રિપુરા સાથે થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Jammu and Kashmir baroda irfan pathan ઇરફાન પઠાણ વડોદરા Camp

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ