બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Jammu and kashmir Article 370 Scrapped Shahid Afridi Insults United Nations, Appeals To Donald Trump

ક્રિકેટ / કલમ 370 મુદ્દે પાકિસ્તાન ક્રિકેટર શાહિદ આફ્રિદી ભડક્યો, જાણો શું કહ્યું

Krupa

Last Updated: 11:11 AM, 6 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવાથી ભડકેલા શાહિદ આફ્રિદીને સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા યાદ આવી ગયું છે. ગુસ્સામાં આફ્રિદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કેમ કરવામાં આવી છે.

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુ કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટર ખતમ કરવાથી પડોશી દેશ પાકિસ્તાન ભડક્યું છે. ત્યાંના ક્રિકેટર્સ પણ ભારત વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. કાશ્મીર પર પીએમ નરેન્દ્ર મોદીના નિર્ણય પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી ગુસ્સે ભરાયો છે, મામલો ભારતનો છે અને એને અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને સંયુક્ત રાષ્ટ્ર યાદ આવી રહ્યું છે. કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા પર આફ્રિદીએ ટ્વિટ કરીને કહ્યું કે UN ઊંઘી રહ્યું છે. 

સોમવારે ભારતના આ નિર્ણય બાદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ મોડી સાંજે ટ્વિટ કરીને સંયુક્ત રાષ્ટ્ર પર પ્રશ્ન ઊઠાવતાં અમેરિકા પાસે મદદની આશા રાખી છે. 

પોતાના ટ્વિટમાં આફ્રિદીએ કહ્યું છે કે, 'કાશ્મીરીઓને સંયુક્ત રાષ્ટ્ર પ્રસ્તાવ અંતર્ગત તેમના અધિકારો મળવા જોઇએ. જે રીતે આપણા બધા પાસે આઝાદીનો અધિકાર છે એ જ રીતે. UN કેમ બનાવવામાં આવ્યું અને તે ઊઁઘી રહ્યું છે. કાશ્મીરમાં માનવતા વિરુદ્ધ જે ઉશ્કેરણી વિનાના અપરાધ અને દખલગીરિ કરવામાં આવી રહી છે તે જોવું જરૂરી છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખે મધ્યસ્થતા કરવી જોઇએ.'

જણાવી દઇએ કે આફ્રિદી પહેલા પણ કાશ્મીરને લઇને વિવાદીત નિવેદન આપતો આવ્યો છે. ક્યારેક તે કાશ્મીરને પાકિસ્તાનના હકની વાત કરે તો ક્યારેક તે આઝાદ કાશ્મીરનું સમર્થન કરે છે. આ પૂર્વ ખેલાડીએ એવું પણ કહ્યું હતું કે પાકિસ્તાનને કાશ્મીર જોઇતું નથી. એ તો પોતાના 4 પ્રાંતને પણ સંભાળી શકતું નથી. પરંતુ માનવતા મોટી ચીજ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ