બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:46 PM, 9 June 2026
રાજસ્થાનની રાજધાની જયપુરમાં મંગળવારે એક રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા કારખાનામાં લાગેલી ભીષણ આગે તબાહી મચાવી દીધી છે. જયપુરના ખો-નાગોરિયન ક્ષેત્રમાં આવેલા એક નાના મકાનમાં સંચાલિત ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં અત્યાર સુધીમાં કુલ 7 મજૂરોના દર્દનાક મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઝુલસી જવાથી ઘાયલ થયા છે. પોલીસ અને વહીવટી તંત્રની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
ADVERTISEMENT
#WATCH | Jaipur, Rajasthan | A fire broke out in a residential area in the Kho Nagoriyan neighbourhood of Jaipur. Multiple people have been injured. The fire is currently under control. Further details awaited. pic.twitter.com/TzSgMI4DeI
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 9, 2026
ADVERTISEMENT
દુર્ઘટના અંગે માહિતી આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જે મકાનમાં આગ લાગી છે તે બહુ નાનું છે. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓ અને આસપાસના રહીશોનો દાવો છે કે આ મકાનની અંદર ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી અને તેમાં ઘણા મજૂરો રોજની જેમ કામ કરી રહ્યા હતા. આ ગેરકાયદેસર સંગ્રહના કારણે જ આગે આટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાની આશંકા છે. જો કે, પોલીસ અને સંબંધિત એજન્સીઓ અત્યારે કોઈ સત્તાવાર જાહેરાત કરતાં પહેલાં આ મામલે ઝીણવટભરી ફોરેન્સિક તપાસ (Forensic Investigation) કરી રહી છે, જેથી આગ લાગવાનું ચોક્કસ વૈજ્ઞાનિક કારણ જાણી શકાય.
ADVERTISEMENT
એક સ્થાનિક નાગરિકે આપવીતી સંભળાવતા કહ્યું કે, મંગળવારે અચાનક આ વિસ્તારમાં એક ખૂબ જ પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયો હતો. ધડાકો એટલો મોટો હતો કે આસપાસના લોકો ધ્રૂજી ઉઠ્યા અને તુરંત જ ઘટનાસ્થળ તરફ દોડ્યા હતા. મકાનમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા. સ્થાનિક લોકોએ હિંમત બતાવીને પોતાના સ્તરે પાણીનો મારો ચલાવ્યો અને મકાનના એક હિસ્સામાં પ્રવેશીને ત્યાં અંદર ફસાયેલા કેટલાક લોકોને બહાર કાઢ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જે લોકોને મકાનની અંદરથી બહાર કાઢવામાં આવ્યા હતા તેઓ આખેઆખા ગંભીર રીતે દાઝી ચુક્યા હતા અને સંભવતઃ લોકો તેમને બચાવે તે પહેલા જ શ્વાસ છોડી ચૂક્યા હતા. આ સિવાય અન્ય કેટલાક દાઝેલા લોકો મકાનની બહાર રસ્તા પર તરફડિયા મારતા મળી આવ્યા હતા.
ADVERTISEMENT
આ અકસ્માતની ગંભીરતાને જોતા જયપુરના જિલ્લા કલેક્ટર સંદેશ નાયકે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે મીડિયાને જણાવ્યું કે, ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે અને સર્ચ ઓપરેશન પૂરું કરીને તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ધરતીકંપથી ધ્રુજ્યો અમરેલીનો મિતિયાળા પંથક, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ADVERTISEMENT
બીજી તરફ, એસએમએસ (SMS) હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ (અધિક્ષક) ડૉ. મૃણાલ જોશીએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે, હોસ્પિટલમાં લાવવામાં આવેલા દર્દીઓમાંથી અત્યાર સુધીમાં ગંભીર રીતે ઝુલસી જવાના કારણે 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય મૃતકોના શવ ઘટનાસ્થળેથી જ મળી આવ્યા હતા. હાલમાં હોસ્પિટલમાં દાખલ તમામ ઘાયલોની સ્થિતિ પર તબીબોની વિશેષ ટીમ નજર રાખી રહી છે અને તેમને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ આ મામલે ફેક્ટરી માલિક વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.