બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / It may rain in Ahmedabad tomorrow and in Rajkot on this date, see what is the forecast for your district
Malay
Last Updated: 12:08 PM, 13 July 2023
ADVERTISEMENT
ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર મહેર કરી છે. જોકે, હાલ રાજ્યમાં વરસાદી માહોલ થોડો શાંત પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 15મી જુલાઈના રોજ આખા રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ADVERTISEMENT
આજે આ વિસ્તારમાં વરસાદની સંભાવના
આજે એટલે કે ગુરુવારે વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે રાજ્યના અમુક સ્થળે વરસાદ થઈ શકે છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતના પારબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. સાથે જ ગાંધીનગર, ભરૂચ, સુરત, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગરમાં વરસાદ થવાની સંભાવના છે.
14 જુલાઈએ આ વિસ્તારમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ખેડા, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.
15 જુલાઈએ સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 જુલાઈએ સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે. 15 જુલાઈએ અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, તાપીમાં વરસાદ થવાની શક્યતા છે.
16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે
ગઈકાલે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી 4થી 5 દિવસ છૂટા છવાયા વરસાદની સંભાવના છે. જ્યારે 16થી 19 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી છે. વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદ પડશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે.
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગતરોજ વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી હતી. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનશે. બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. તેઓએ જણાવ્યું હતું કે, 20 જુલાઈથી 25 જુલાઈ સુધી અતિભારે વરસાદ આવવાની શક્યતા છે. જ્યારે 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.