બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 15 ફેબ્રુઆરી સુધી અપડેટ કરાવવું જરૂરી, જાણો પાસપોર્ટની નવી પોલિસીમાં કયા નિયમ બદલાયા
Last Updated: 08:37 PM, 6 February 2026
પાસપોર્ટ દરેક ભારતીય નાગરિક માટે એક જરૂરી ડોક્યુમેન્ટ છે જે માત્ર ઇન્ટરનેશનલ મુસાફરી જ નહીં પરંતુ અલગ અલગ સરકારી અને બિન-સરકારી હેતુઓ માટે ઓળખ તરીકે પણ કામ કરે છે. દર વર્ષે લાખો લોકો પાસપોર્ટ માટે એપ્લાય કરે છે કે રિન્યુ કરાવે છે. પરંતુ અરજદારોને લાંબી પ્રોસેસ, કાગળકામ અને પોલીસ વેરિફિકેશનને કારણે અનેકવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી સરકારે પાસપોર્ટ પ્રોસેસને સરળ બનાવવા, તેને ફાસ્ટ બનાવવા અને તેને વધુ સુરક્ષિત બનાવવા માટે 2026 માટે નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
આ નવા નિયમો 15 ફેબ્રુઆરી 2026 થી લાગુ કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય માત્ર પ્રક્રિયાને સરળ બનાવવાનો જ નહીં પરંતુ સુરક્ષા વધારવા, ફ્રોડ અટકાવવા અને દેશભરના નાગરિકો માટે પાસપોર્ટ સેવાઓને સરળ બનાવવાનો પણ છે. અરજદારોને છેલ્લી ઘડીએ અરજી અસ્વીકાર કે વિલંબ ટાળવા માટે નવા નિયમો સમજવાની સલાહ આપવામાં આવે છે.
ADVERTISEMENT
નવા નિયમો મુજબ પાસપોર્ટ માટે જરૂરી ડોક્યુમેન્ટની સૂચિને સરળ અને ડિજિટાઇઝ કરવામાં આવી છે. તેનાથી પેપરવર્કમાં નોંધપાત્ર ઘટાડો થશે. આધાર કાર્ડ અને બીજા સરકારી ઓળખ કાર્ડને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેના કારણે અરજદારોને ઓછા ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે અને પાસપોર્ટ ઓફિસમાં તેમની મુલાકાતો ઘટાડવી પડશે. પરંતુ અધિકારીઓએ ચેતવણી આપી છે કે ખોટા કે અપૂરતા ડોક્યુમેન્ટ ધરાવતી અરજીઓ નકારી શકાય છે. આથી ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જરૂરી છે.

ADVERTISEMENT
પાસપોર્ટ પ્રોસેસમાં પોલીસ વેરીફીકેશનમાં સૌથી લાંબો સમય લેતો ભાગ હતો. નવા નિયમોમાં આ હવે મોટી બાબતો ડિજિટલ રીતે કરવામાં આવશે. નવી ટેકનોલોજી અને ઇન્ટરગ્રેટેડ સિસ્ટમને કારણે અનેક કિસ્સાઓમાં પોલીસ વેરીફીકેશન થોડા દિવસોમાં પૂરી થશે. અમુક કિસ્સાઓમાં પાસપોર્ટ પહેલા ઈશ્યુ કરવામાં આવશે અને વેરીફીકેશન બાદમાં કરવામાં આવશે. આ અરજદારોનો સમય બચાવશે અને પ્રોસેસને સરળ બનાવશે.
ADVERTISEMENT
સરકારે પાસપોર્ટ પોર્ટલ અપડેટ કર્યું છે. અરજદારો હવે એજન્ટની જરૂર વગર અરજીઓ ભરી શકે છે, ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે અને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. ડિજિટલ ફોર્મ સબમિશન અને રીઅલ-ટાઇમ સૂચનાઓ અરજદારોને તેમની અરજીઓનું સ્ટેટસ સીધું નિરીક્ષણ કરવાની મંજૂરી આપે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બાળકોના પાસપોર્ટ માટે માતાપિતાની સંમતિ જરૂરી છે. નવા નિયમોએ આ પ્રોસેસને સરળ બનાવી છે. ડિજિટલ જન્મ પ્રમાણપત્રો અને શાળા ID જેવા ડોક્યુમેન્ટ હવે સરળતાથી સ્વીકારવામાં આવશે. તેનાથી બાળકોને પાસપોર્ટ મેળવવામાં લાગતો સમય ઓછો થશે. સરકાર નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પાસપોર્ટ કેન્દ્રોનો વિસ્તાર કરવાની પણ યોજના બનાવી રહી છે. મતલબ કે વધુ લોકોને ઘરની નજીક પાસપોર્ટ સેવાઓની સુવિધા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.