બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Airlineને દાદાગીરી ભારે પડી! બાળક સાથે કરી એવી ભૂલ કે ચૂકવવી પડશે મસમોટી કિંમત

દંડ / Airlineને દાદાગીરી ભારે પડી! બાળક સાથે કરી એવી ભૂલ કે ચૂકવવી પડશે મસમોટી કિંમત

Nirav Kumar

Last Updated: 06:25 PM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કન્ઝયુમર કમિશને એક એરલાઇન પર મોટો દંડ ફટકાર્યો છે. જેમાં સ્ટાફ પાસે ઇમિગ્રેશન નિયમોની પુરતી જાણકારી ન હોવાથી આ દંડ લગાવ્યો છે.

કેરળના એર્નાકુલમ જિલ્લા કન્ઝયુમર આયોગે એક એરલાઇન પર મોટો દંડ ફટકાર્યો છે. આ મામલો એરલાઇન સ્ટાફના નિયમોનું નોલેજ ન હોવાને કારણે અને બાળકને મુસાફરી કરતા અટકાવવાને કારણે સામે આવ્યો છે. આ બેદરકારીને લીધે એક પરિવારને માનસિક તકલીફ અને આર્થિક નુકસાન થયું હતું. આ ઘટના જુલાઈ 2013 માં બની હતી જ્યારે જોસેફ નામનો એક મુસાફર તેના પરિવાર સાથે કોચીથી દોહા (કતાર) જઈ રહ્યો હતો. તે સમયસર એરપોર્ટ પર પહોંચ્યો અને બોર્ડિંગ પાસની વિનંતી કરી, પરંતુ એરલાઇન સુપરવાઇઝરે તેના સગીર બાળક માટે પાસ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.

ઐરલાઈન સ્ટાફે દલીલ કરી હતી કે, બાળકના વિઝા જૂના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવેલા હતા જેના કારણે તે મુસાફરી માટે અયોગ્ય બની ગયો હતો. જોસેફે જૂના અને નવા બંને પાસપોર્ટ એકસાથે રજૂ કર્યા. માતાપિતાને પાસ મળ્યો પરંતુ બાળકને પ્રતિબંધિત કરવામાં આવ્યો જેના કારણે સમગ્ર પરિવાર મુસાફરી કરી શક્યો નહીં.

જોસેફે સ્ટાફને વિનંતી કરી અને કોઈપણ દંડ ભરવા તૈયારી બતાવી હતી. પરંતુ સ્ટાફે તેમની વાત સાંભળવાનો ઇનકાર કર્યો હતો. તેમને તેમની ટિકિટ રદ કરવા અને બીજા દિવસ માટે નવી એમિરેટ્સ એરલાઇન્સની ટિકિટ ખરીદવાની ફરજ પડી.

બીજા દિવસે અમીરાત એરલાઇન્સે બાળકને કોઈપણ પ્રશ્નો પૂછ્યા વગર તે જ જૂના પાસપોર્ટ અને વિઝાનો ઉપયોગ કરીને બોર્ડિંગ પાસ ઈશ્યુ કર્યો હતો. જેથી પરિવાર સુરક્ષિત રીતે દોહા પહોંચ્યો. તેનાથી સ્પષ્ટ થયું કે પહેલી એરલાઇનનો સ્ટાફ ખોટો હતો. જોસેફે સમજાવ્યું કે, અમીરાત સ્ટાફ ઇમિગ્રેશન નિયમોથી સારી રીતે વાકેફ હતો. પરંતુ તેમને રોકનાર એરલાઇન્સે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે કતારના એક પરિપત્રનો ઉલ્લેખ કર્યો જેને કોર્ટે પાછળથી ફેક જાહેર કર્યો હતો.

vtv app promotion

કન્ઝયુમર કમિશને કેસની સુનાવણી કરતા એરલાઇનના વલણ સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં કોર્ટે જણાવ્યું કે, સ્ટાફનું વર્તન એવું હતું કે તેઓ બીજા લોકોને હેરાન કરીને "Sadistic pleasure" મેળવતા હતા. કમિશને શોધી કાઢ્યું કે એરલાઇન દ્વારા રજૂ કરાયેલ પરિપત્ર ફેબ્રિકેટેડ બનાવટી હતો. કોર્ટે એમ પણ કહ્યું કે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટેના ઇમિગ્રેશન નિયમો દરેક એરલાઇન્સ માટે સમાન હોય છે. એક એરલાઇન (અમીરાત) માટે મુસાફરને સ્વીકારવું અશક્ય છે જ્યારે બીજી એરલાઇન એજ ડોક્યુમેન્ટ સ્વીકારવાનો ઇનકાર કરે છે. આ સેવામાં ખામીનો સ્પષ્ટ કિસ્સો છે.

કમિશને પુરાવા તરીકે બીજા એક મુસાફરનું ઉદાહરણ પણ આપ્યું હતું જેણે જૂના પાસપોર્ટ પર વિઝા હોવા છતાં તે જ દિવસે તે જ એરલાઇનમાં મુસાફરી કરી હતી. તેનાથી સાબિત થયું કે જોસેફ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો અને એરલાઇનનો બચાવ કમજોર હતો.

વધુ વાંચો : ભારત ટેક્સી સર્વિસમાં ચલાવવા માંગો છો તમારી કાર? જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન

  • કોર્ટે આપ્યો વળતરનો આદેશ
    લગભગ 12 વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ મુસાફરની તરફેણમાં તાજેતરનો ચુકાદો આવ્યો આવ્યો છે. કોર્ટે એરલાઇનને ટિકિટની રકમ 9% વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો. 2013 થી અત્યાર સુધીના વ્યાજ સહિત આ રકમ આશરે 70,000 રૂપિયા જેટલી થાય છે. આ સિવાય કોર્ટે પરિવારના માનસિક ત્રાસ માટે 50,000 રૂપિયાનું અલગ વળતર અને કોર્ટ કાર્યવાહીના ખર્ચ માટે વધારાના 5000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આમ કુલ મળીને એરલાઇનને હવે પીડિત પરિવારને આશરે 1.25 લાખ રૂપિયા ચૂકવવા પડશે. કોર્ટે એરલાઇનને 30 દિવસની અંદર આ રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે,  મોડું થવા પર વ્યાજ વસૂલવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Consumer Commission Airline Staff Fine
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ