બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / અજબ ગજબ / વિશ્વ / Israel researchers found 2500 years old toilet in jerusalem

OMG / ઓહ ! ખોદકામમાં મળ્યું 2500 વર્ષ જુનું ટોઈલેટ, પેટની ખતરનાક બીમારીનો ખુલાસો, વૈજ્ઞાનિકો પણ થયા હેરાન

Vaidehi

Last Updated: 08:13 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયેલમાં વૈજ્ઞાનિકોએ એક એવા ટોયલેટ સેમ્પલની ટેસ્ટિંગ કરી છે જે 2500 વર્ષ જૂનો છે. આ સેમ્પલ બાદ તેમને જીવલેણ મરડો પેદા કરનારાં જીવાણુંઓ મળી આવ્યાં.

  • ઈઝારેયલમાં 2500 વર્ષ જૂના ટોયલેટ્સ મળી આવ્યાં
  • વૈજ્ઞાનિકોએ કર્યું ટોયલેટ્સનું ટેસ્ટિંગ
  • કહ્યું પહેલાનાં સમયમાં લોકોની સ્વાસ્થ્યને લગતી આદતો સારી નહોતી

વૈજ્ઞાનિકોને યરૂશલમમાં એક એવો ટોયલેટ મળી આવ્યો છે જે એ જમાનાનાં લોકોની સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી ખરાબ આદતો વિશે જણાવે છે. આ ટોયલેટની ટેસ્ટિંગ બાદ વૈજ્ઞાનિકોને ખબર પડી ગઈ છે કે તે સમયનાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને જાગરૂત નહોતાં. વૈજ્ઞાનિકોએ 2500 વર્ષ જૂનાં ટોયલેટની ટેસ્ટિંગ કર્યાં બાદ નિષ્કર્ષ કાઢ્યો છે કે લોહ યુગમાં સ્વાસ્થ્યને લગતી આદતો સારી નહોતી. રિસર્ચર્સે પત્થરનાં 2 શૌચાલયોની નીચે આવેલા ખાડાઓમાં ખોદકામ કર્યું. જેમાંથી તેમને મરડો પેદા કરનારાં જીવાણુંઓ મળી આવ્યાં છે.

'ગંદા પાણી કે પ્રદૂષિત ભોજનથી મરડો થાય છે '
આ ટોયલેટ એલીટ પરિવારોનાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે યરૂશલમ, અશ્શરૂ સામ્રાજ્ય દરમિયાન આ એક રાજનૈતિક અને ધાર્મિક કેન્દ્ર હતું. આ સ્થળ પર 8થી 25000 લોકો રહેતાં હતાં. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટોયલેટ્સ જિયાર્ડિયા ડુઓડેનેલિસ નામક બીમારીનું ઉદ્ભવસ્થાન છે.રિસર્ચમાં શામેલ ડોક્ટર પિયર્સ મિશેલે જણાવ્યું કે પીવાનાં ગંદા પાણી કે પ્રદૂષિત ભોજનથી મરડો થાય છે અને અમને શક છે કે પહેલાનાં સમયમાં પીવાનાં પાણીની અછત સિવાય વધુ પડતી ભીડ, ગરમી અને માખીઓ પણ એક મોટી સમસ્યા હતી.

2019માં આ ટોયલેટ સીટ મળી આવી હતી
આ રિસર્ચ કેમ્બ્રિજ યૂનિવર્સિટીનાં પુરાતત્વ વિભાગની તરફથી કરવામાં આવ્યું હતું. રિસર્ચર્સને 2019માં આ ટોયલેટ સીટ મળી આવી હતી. આ ટોયલેટ લીટ અમોન હા-નત્જીવ હવેલીની બાજુમાંથી મળી આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ કદાચ રાજા મનશ્શેનાં સમયથી છે. તેમણે ઈસા પૂર્વ સાતમી શતાબ્દીનાં મધ્યમાં 50 વર્ષો સુધી શાસન કર્યું હતું.

આજે પણ બાળકોને થાય છે બીમારી
વધુ એક ટોયલેટ સીટ ઓલ્ટ સિટી ઓફ યરૂશલમનાં હાઉસ ઓફ અહીલમાં 7 રૂમવાળી બિલ્ડીંગમાં મળી આવ્યું છે. રિસર્ચ દરમિયાન તેમને કેટલાક તત્વો મળી આવ્યાં છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થયાં છે. રિસર્ચર્સ અનુસાર મરડો પેદા કરનારાં સૂક્ષ્મજીવો નાજુક છે. જિયાર્ડિયાનાં કારણે થનારો મરડો હાલનાં સમયમાં અનેક બાળકોનો જીવ લે છે .આ બીમારીથી સંક્રમિત બાળકોનો માનસિક વિકાસ પણ અટકી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ