બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / Iseael: 12 year old kids head was seperated from neck, doctors rejoined it through surgery

શૉકિંગ ન્યૂઝ / આ ખરેખર ચમત્કાર જ છે! બાળકનું માથું ધડથી અલગ થઈ ગયું પણ ડૉક્ટરોએ ફરી જોડીને કર્યો કમાલ, મળી નવી જિંદગી

Vaidehi

Last Updated: 07:02 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળક સાયકલ ચલાવતાં સમયે કાર સાથે અથડાયો હતો જેના લીધે તેનું માંથું ગરદનથી અલગ થઈ ગયું હતું જેને ડોક્ટર્સે ફરી જોડી દીધું છે. વાંચો.

  • ઈઝરાયેલમાં બની ચોંકાવનારી ઘટના
  • અકસ્માતમાં બાળકનું  માંથું ગરદનથી થયું હતું અલગ
  • ડોક્ટર્સે સર્જરી કરીને ફરી માંથું જોડી દીધું

ઈઝરાયેલનાં ડોક્ટર્સે હાલમાં એવું કંઈક કર્યું જેને દુનિયા ચમત્કાર કહી રહી છે. ડોક્ટર્સે એક એવા 12 વર્ષનાં છોકરાની અસામાન્ય અને જટિલ સર્જરી કરી છે જેનું માંથુ ગરદનથી અલગ થઈ ગયું હતું. ઈઝરાયેલનાં મીડિયા રિપોર્ટ અનુસાર આ છોકરો સાયકલ ચલાવતાં સમયે કાર સાથે અથડાયો હતો જેના લીધે તેનું માંથુ ગરદનથી અલગ થઈ ગયું હતું જેને ડોક્ટર્સે ફરી જોડી દીધું છે.

ઈમેરજન્સી સર્જરી કરવામાં આવી
રિપોર્ટ અનુસાર સુલેમાન હસન નામનાં 12 વર્ષીય બાળકનું કરોડરજ્જુનું હાડકું માથા બાજુની કરોડરજ્જુથી અલગ થઈ ગયું હતું. આ સ્થિતિને સાયન્સની ભાષામાં 'Bilateral Atlanto Occipital Joint Dislocation'  કહેવામાં આવે છે. અકસ્માત બાદ બાળકને ફ્લાઈટ મારફતે હાદાસાહ મેડિકલ સેંટર લઈ જવામાં આવ્યું જ્યાં તેની ઈમેરજન્સી સર્જરી કરવામાં આવી. ડોક્ટરો અનુસાર તેની ગરદનનો બેઝ સંપૂર્ણપણે અલગ થઈ ગયો હતો.

બચવાની 50% જ આશા હતી
ઓર્થોપેડિક સર્જન ડો.ઓહદ ઈનાવે મીડિયાને જણાવ્યું કે તેની સર્જરીમાં ઘણાં કલાકો લાગ્યાં અને ક્ષતિગ્રસ્ત ભાગમાં નવી પ્લેટ અને ફિક્સેશન લગાવવા પડ્યાં. તેમણે કહ્યું કે અમે અમારી નોલેજ અને ઓપરેટિંગ રૂમમાં હાજર આધુનિક ટેકનિકને લીધે બાળકનો જીવ બચાવી શક્યાં. સર્જનોએ કહ્યું કે બાળકને ઠીક કરવું એ ચમત્કાર જેવું જ હતું કારણકે તેના બચવાની સંભાવના માત્ર 50% હતી.

બાળક સંપૂર્ણપણે સામાન્ય અને સ્વસ્થ સ્થિતિમાં
આ સર્જરી ગયા મહિને કરવામાં આવી હતી પરંતુ ડોક્ટરોએ જૂલાઈ સુધી આ માહિતી સાર્વજનિક નહોતી કરી. હવે આ બાળકને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.  ડો. ઈનાવે જણાવ્યું કે'બાળકમાં કોઈ ન્યૂરોલોજિકલ ઊણપ કે મોટર ડિસફંક્શન નથી અને તે સામાન્યરૂપે કામ કરી રહ્યો છે. તે વગર કોઈ મદદ પોતાની રીતે ચાલી શકે છે, આ નાની વાત નથી.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ