બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Is the prediction of rain in Gujarat true today? When will the Salangpur dispute end? 3 good news for Modi government

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં આજે વરસાદના એંધાણ ખરા? સાળંગપુર વિવાદનો અંત ક્યારે? મોદી સરકાર માટે 3 ખુશખબર કઈ?

Dinesh

Last Updated: 07:25 AM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન વિભાગ અનુસાર નોર્થ-ઈસ્ટ ઈન્ડિયામાં 3 સપ્ટેમ્બર સુધી અસમ, મેઘાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગનાં પૂર્વાનુમાન અનુસાર 2 સપ્ટેમ્બરથી પૂર્વી અને પૂર્વી મધ્ય ભારતનાં રાજ્યોમાં ભારે વરસાદ શરૂ થઈ શકે છે. આ સિવાય કેરળ, અંદમાન-નિકોબાર દ્વીપમાં આવનારાં 5 દિવસો સુધી ભારે વરસાદ થશે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 3-5 સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.હવામાન વિભાગ અનુસાર નોર્થ-ઈસ્ટ ઈન્ડિયામાં 3 સપ્ટેમ્બર સુધી અસમ, મેઘાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ જોવા મળશે. પૂર્વી ભારતની વાત કરીએ તો અંદમાન-નિકોબારમાં આવનારાં 5 દિવસો સુધી વરસાદ રહેશે. આ સિવાય ગંગીય પશ્ચિમ બંગાળમાં 3 સપ્ટેમ્બર, ઓડિશામાં 2-3 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદ થશે.

IMD Predicted Heavy rain fall in eastern and southern India, Kerala telangana etc can be affected

ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે. અલ નીનો ગુજરાતમાં વરસાદ માટે જાણે વિલન બની ગયું છે. બીજી તરફ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની હાલ શક્યતા ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. જોકે, હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે.

એક પછી એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીને દાસ બતાવાયાના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. સાળંગપુર, કુંડળધામ બાદ સુરેન્દ્નગરના પાટડીમાં વણીન્દ્રિ ધામમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ બતાવાયા છે. જો કે, જે સમગ્ર બાબતને લઈ વિરોધનો વંટોળ વધી રહ્યો છે. વણીન્દ્રિ ધામના ભીંતચિત્રમાં હનુમાનજી નિલકંઠવર્ણીને ફળ આપતા દર્શ્યો સામે આવ્યા છે.વણીન્દ્રિમાં હનુમાનજી નિલકંઠવર્ણીને ફળ આપતા બતાવ્યા છે. જે ચિત્રમાં જોઈ શકાય છે હનુમાનજી નિલકંઠવર્ણીની ભક્તિ કરી રહ્યાં છે. સંતો જણાવી રહ્યાં છે કે, સ્વામિનારાયણના મંદિરોમાં સનાતન ધર્મનું અપમાન થઇ રહ્યું છે, એક પછી એક સ્વામિનારાયણના મંદિરમાં ભગવાનનો ઉપહાસ થઈ રહ્યો છે.

Vanindri Dham of Swami Narayan Panth in Surendranagar Patdi taluka in dispute

સાળંગપુર મંદિરમાં હનુમાનજીનાં વિવાદિત ચિત્ર મામલે રોષ યથાવત છે. અમદાવાદમાં હિન્દુ સમાજનાં યુવાનોમાં હનુમાનજીનાં વિવાદિત ચિત્ર મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સાધુ-સંતો બાદ હિન્દુ સમાજનાં યુવાનોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. હિન્દુ સમાજનાં યુવાનો દ્વારા એવી માંગ કરી છે કે આ વિવાદનો ઝડપથી અંત આવવો જોઈએ. હનુમાનજીનાં વિવાદિત ચિત્રોથી અમારી આસ્થાને ઠેસ પહોંચી છે. વિવાદનાં કારણે હિન્દુત્વનાં ભાગલા થશે.વણીન્દ્રિમાં હનુમાનજી નિલકંઠવર્ણીને ફળ આપતા બતાવ્યા છે. જે ચિત્રમાં જોઈ શકાય છે હનુમાનજી નિલકંઠવર્ણીની ભક્તિ કરી રહ્યાં છે. સંતો જણાવી રહ્યાં છે કે, સ્વામિનારાયણના મંદિરોમાં સનાતન ધર્મનું અપમાન થઇ રહ્યું છે,

Anger erupted among Hanuman devotees in Gujarat over the Salangpur dispute

સાળંગપુર હનુમાનજીના ભીતચિત્રને લઈને થયેલા વિવાદમાં પુષ્પેન્દ્ર મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે. પુષ્પેન્દ્ર મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ધર્મકુળના હોવાનો દાવો કર્યો છે. આ સાથે તેમણે અયોધ્યા અને રામચંદ્ર ભગવાન સાથે નાતો હોવાનો પણ દાવો કર્યો છે.  પુષ્પેન્દ્ર મહારાજે કહ્યું કે, ધર્મદેવ અને ભક્તિમાતાના કુળદેવ હનુમાનજી છે. તેમણે ઉમેર્યું હતું કે, નીલકંઠવર્ણી ભૂખ્યા હોય ત્યારે અનેક વખત હનુમાનજીએ ભોજન આપ્યું હતું. પુષ્પેન્દ્ર મહારાજે કહ્યું કે, 11થી 12 વર્ષના તપસ્વી નીલકંઠવર્ણી ઉર્ફે ઘનશ્યામ પાંડેની અનેક વખત હનુમાનજીએ રક્ષા કરી છે. આ સાથે કહ્યું કે, નીલકંઠવર્ણી ભૂખ્યા હોય ત્યારે અનેક વખત હનુમાનજીએ ભોજન આપ્યું છે. તેમણે કહ્યું કે, પ્રણામ કરતા દર્શાવવા તે હનુમાનજીનો વિવેક.  સનાતન ધર્મમાં લેફ્ટિસ્ટ કોમ્યુનિસ્ટ માણસોનું જોર ચાલી રહ્યું છે. 

સાળંગપુર મંદિરમાં ભિંતચીત્રોને લઈ વિવાદ બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ મામલે હવે મંદિર પરિસરમાં મિડીયા પર પ્રતિબંધ લગાવાયો છે. વિગતો મુજબ મંદિર ટ્રસ્ટે મિડીયા પર પ્રતિબંધ લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, મંદિર ટ્રસ્ટ અને હિન્દૂ સંગઠનોના આગેવાનો વચ્ચે યોજાયેલ બેઠક પણ પૂર્ણ થઈ છે. જેને લઈ હવે સાળંગપુર મંદિર વિવાદમાં જલ્દી જ સમાધાન થઈ શકે છે. સાળંગપુર મંદિર વિવાદ વચ્ચે મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટે મીડિયાકર્મીઓના પ્રવેશ પર રોક લગાવી છે. આ તરફ સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ મોટા વિવાદને લઈ અનેક સાધુસંતો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ મેદાને ઉતર્યું છે.

Big News on Salangpur Temple Controversy: Media banned in Salangpur

વધતી જતી મોંઘવારી વચ્ચે હવે વાહનચાલકોના ખિસ્સામાં વધુ એક બોજ પડશે. કારણ કે હવે અમદાવાદમાં જૂના વ્હીકલની નંબર પ્લેટ માટે પણ ખિસ્સા ઢીલા કરવા પડશે.  જૂની કારની નંબર પ્લેટ માટે રૂ.321 અને ટુ-વ્હીલર માટે રૂ.335 વધુ ચૂકવવા પડશે. કેમ કે  વાહન ડીલર જૂના ભાવે RTOનું કામ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. તે કામ માટે તૈયાર ન થતા નવો ભાવ વધારો અમલમાં મુકવાની નોબત આવી હતી.

Price increase for old vehicle number plate in Ahmedabad

2023 માં GST ની આવકમાં વધારો થયો છે. ત્યારે ઓગસ્ટ 2022 કરતા ઓગસ્ટ 2023 માં GST ની આવક 22 ટકા વધી છે. ત્યારે ઓગસ્ટ 2023 માં રાજ્યને GST  હેઠળ રૂપિયા 4933 કરોડની આવક થઈ છે. જ્યારે ગત ઓગસ્ટ 2022 માં ગુજરાત રાજ્યને રૂપિયા 4054 કરોડની આવક થઈ હતી.  વર્ષ 2022-23 માં રાજ્યને પ્રથમ પાંચ માસમાં 35890 કરોડની આવક થઈ છે. રાજ્યને ઓગસ્ટ 2023 માં વેટની રૂપિયા 2615 કરોડની આવક થઈ છે. જ્યારે ઓગસ્ટ 2023 માં રાજ્યને વેટ અને GST હેઠળ કુલ રૂપિયા 7548 કરોડની આવક થવા પામી છે.

3 good news for Modi government, GST collection record breaking in Gujarat including the country

28 દળોવાળા વિપક્ષી ગઠબંધન INDIAની મુંબઈમાં 2 દિવસીય બેઠક સમાપ્ત થઈ છે. શુક્રવારે મીટિંગનો દ્વિતીય દિવસ પૂર્ણ થયાં બાદ ગઠબંધનની તરફથી પ્રેસ કોન્ફેરેન્સ યોજવામાં આવી હતી જેમાં વિવિધ પાર્ટીઓનાં નેતાઓએ બેઠકમાં લેવામાં આવેલ વિવિધ નિર્ણયોની જાણકારી આપી હતી.INDIA એલાયંસે ચંદ્રયાન-3ની સફળતા માટે ISROનાં વખાણ કરતો એક પ્રસ્તાવ શુક્રવારે પાસ કર્યો અને કહ્યું કે આ અંતરિક્ષ એજન્સીને બનાવવા, વિકસિત કરવા અને તેની ક્ષમતા નિર્માણમાં છ દશકાનો સમય લાગ્યો છે. ઈસરોની અસાધારણ ઉપલબ્ધિઓ, સમાજમાં વૈજ્ઞાનિકોની ચેતનાને મજબૂત કરશે અને યુવાનોને વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે પ્રરિત કરશે. ઈસરોનાં સફળ ચંદ્રયાન-3 મિશન પર ઈન્ડિયા દ્વારા પારિત સંકલ્પમાં કહેવામાં આવ્યું કે દુનિયા આદિત્ય એલ1 મિશનનાં પ્રક્ષેપણની ઉત્સુકતાથી રાહ જોઈ રહી છે. અમે ઈન્ડિયાનાં ઘટક દળો ઈસરોની વર્તમાન અને પૂર્વ ટીમોને તેમની ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓ માટે શુભેચ્છા પાઠવીએ છીએ કે જેમણે આપણાં દેશને ગૌરવાન્વિત કર્યું છે.

One Nation One Election : આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર એક મોટું પગલું ભરવાની કવાયત કરી રહી છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં એક દેશ એક ચૂંટણીનો મુદ્દો સતત હેડલાઇન્સ બની રહ્યો છે. આ તરફ હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, ભારત સરકારે એક સમિતિની રચના કરી છે, જે આ અંગે પોતાનો રિપોર્ટ આપશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ કમિટીના નેતૃત્વ કરશે. ભારત સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર સૂચના પણ બહાર પાડશે.કેન્દ્ર સરકારે ગઈકાલે જ  18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. જે બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વિશેષ સત્રમાં મોદી સરકાર એક દેશ-એક ચૂંટણીને લઈને બિલ લાવી શકે છે અને ચર્ચા બાદ તેને પાસ કરી શકે છે.

અભિનેતા આર માધવન FTIIના નવા અધ્યક્ષ બન્યા. તેમને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII)ની ગવર્નિંગ કાઉન્સિલના પ્રમુખ અને અધ્યક્ષ તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. હાલમાં જ આર માધવનની ફિલ્મ 'રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ'ને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે.પોતાના ટ્વીટમાં અનુરાગ ઠાકુરે લખ્યું, 'આર માધવનને FTII અને ગવર્નિંગ કાઉન્સિલના પ્રમુખ તરીકે નામાંકિત થવા પર હાર્દિક અભિનંદન. મને ખાતરી છે કે તમારો બહોળો અનુભવ અને મજબૂત નીતિશાસ્ત્ર આ સંસ્થાને સમૃદ્ધ બનાવશે. સકારાત્મક ફેરફારો લાવશે અને તેને ઉચ્ચ સ્તરે લઈ જશે. મારી શુભકામનાઓ તમારી સાથે છે.

Actor R Madhavan became the new chairman of FTII, Anurag Thakur tweeted his congratulations

એશિયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાનના મુકાબલાને લઈને ક્રિકેટપ્રેમીઓમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શનિવારે 2 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમ ક્રિકેટના મેદાન પર ટકરાશે અને બળાબળના પારખા થશે. કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં આ જંગ ખેલાશે. ત્યારે આ અંગે પાકિસ્તાને મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે.પાકિસ્તાનની ટીમ માટે સારા સમાચાર એ છે કે પાકિસ્તાનની ટીમના સ્ટાર ફાસ્ટ બોલર  શાહીન શાહ આફ્રિદી હાલ આ મેચમાં સંપૂર્ણ ફીટ છે અને ભારત સામેની મેચમાં તે મેદાનમાં ઉતરશે. વધુમાં પાકિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યા નથી. અને સેમ ટીમ ઉતારવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

 

 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ