બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:46 PM, 22 April 2026
સ્વપ્ન શાસ્ત્ર મુજબ, જો કોઈ વ્યક્તિને ઊંઘમાં મૃત્યુના સપના આવે તો તેની પાછળ મોટું રહસ્ય છુપાયેલું હોય છે. સપના દરમિયાન પોતાનુ કે પરિવારના કોઈ સભ્યનું મોત દેખાવાનો શું મતલબ થાય અને સપનામાં મૃત્યુ દેખાય તે શુભ છે કે અશુભ? ચાલો તેના વિષે જાણીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો કોઈ વ્યક્તિને વારંવાર સપનામાં ખુદના મૃત્યુનું સ્વપ્ન આવે તો આવા સપના ખૂબ જ શુભ મનાય છે. આ સપના એવા સંકેત આપે છે કે તે વ્યક્તિનું આયુષ્ય વધવાનું છે અને તેમના જીવનની સૌથી ખરાબ મુશ્કેલીઓનો અંત થવાનો છે. આ સિવાય આવા સપના નજીકના સમયમાં સારા સમાચાર આવવાના સંકેત હોય છે.
ADVERTISEMENT
આ સિવાય જો એવું સપનું આવે કે તમે કોઈ મૃતદેવ સામે બેસીને રડી રહ્યા છો તો તેને અતિશુભ સપનું માનવામાં આવે છે. એનો મતલબ એ થાય છે કે, કોઈ યોજનાઓ પૂરી થવાની છે. આ પ્રકારના સપનાથી અચાનક ધન લાભ થઈ શકે છે. આ સિવાય કોઈ મોટી સફળતા મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સિવાય સપનામાં અંતિમયાત્રા દેખાય તો તેને શુભ અને સકારાત્મક સંકેત માનવામાં આવે છે. આ પ્રકારના સપના દેખાય તો તમારા જીવનમાં કોઈ નવા અધ્યાયની શરૂઆત થઈ શકે છે સાથે કોઈ જૂની મુશ્કેલીનો અંત આવે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.