બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:16 PM, 19 May 2025
સુપ્રીમ કોર્ટે આજે શ્રીલંકાના નાગરિકની આશ્રય અરજી ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે, ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં આપણે વિશ્વભરના વિદેશી નાગરિકોને સમાવી શકીએ. કોર્ટે કહ્યું, શું વિશ્વભરના શરણાર્થીઓને ભારતમાં આશ્રય આપી શકાય? આપણે 140 કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
જસ્જિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચ
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચ શ્રીલંકાના નાગરિકની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેને 2015 માં શ્રીલંકામાં સક્રિય આતંકવાદી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) સાથે સંકળાયેલા હોવાની શંકામાં ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
અરજદારે શું દલીલ કરી હતી?
અરજદારને UAPA કેસ અને ફોરેનર્સ એક્ટ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. તે ભારતમાં શરણાર્થી શિબિરમાં રહેવા માંગતો હતો. કારણ કે, જો તેને શ્રીલંકા પાછા મોકલવામાં આવશે તો તેને મારી નાખવામાં આવશે. બેન્ચે એ દલીલ પર પણ વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો કે જો તે વ્યક્તિને તેના દેશમાં પાછા મોકલવામાં આવે તો તેના જીવને જોખમ થશે. "બીજા કોઈ દેશમાં જાઓ," બેન્ચે ટિપ્પણી કરી.
આ પણ વાંચો : Video: ભારતીય સેનાની બહાદુરીના સન્માન માટે 13,570 ફૂટની ઊંચાઈએ ચંબામાં યોજાઇ તિરંગા યાત્રા
હત્યાના કેસમાં બંધ હતો કેદી
અરજી મુજબ, શ્રીલંકાના વ્યક્તિને ભારતમાં હત્યાના કેસમાં 7 વર્ષની જેલની સજા પૂર્ણ કર્યા પછી દેશનિકાલ કરવામાં આવશે.
આખો કેસ શું છે?
2018 માં, એક ટ્રાયલ કોર્ટે તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ દોષિત ઠેરવ્યો અને 10 વર્ષની જેલની સજા ફટકારી. 2022 માં, મદ્રાસ હાઈકોર્ટે તેની સજા ઘટાડીને સાત વર્ષ કરી, પરંતુ તેને સજા પૂર્ણ થતાં જ દેશ છોડી દેવા અને દેશનિકાલ પહેલાં શરણાર્થી શિબિરમાં રહેવા કહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.