બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારે ખાલી પેટે દૂધ પીવું ફાયદાકારક છે કે નુકસાન? જાણો દૂધ પીવાનો યોગ્ય સમય અને રીત
5 ફોટો ગેલેરી
Last Updated: 08:16 AM, 28 September 2025
1/5
દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને હેલ્થી ફેટ જેવા પોષક તત્વો હોય છે. દૂધ પીવાથી હાડકા અને સ્નાયુ મજબુત બને છે. દૂધમાં રહેલું વિટામિન ડી મગજના કાર્યમાં સુધારો કરે છે. પરંતુ ઘણા લોકોને સવાલ હોય છે કે, સવારે ખાલી પેટે દૂધ પીવું સલામત છે કે નહીં? તો તમારે એ સમજવું જરૂરી છે કે, તમે સવારે દૂધ પીવો કે રાત્રે તે વ્યક્તિગત પસંદગી હોય છે.ખાલી પેટે દૂધ પીવાનો બેસ્ટ સમય વ્યક્તિના સ્વાસ્થ્ય અને દૂધના પ્રકાર પર આધાર રાખે છે. આથી ચાલો જાણીએ કે દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે.
2/5
3/5
અમુક લોકોને દૂધમાં રહેલા લેક્ટોઝની સમસ્યા હોય છે. જેના કારણે તેમને પેટમાં દુખાવો, ઝાડા અથવા ગેસ થઈ શકે છે. આ લોકોને ખાલી પેટે દૂધ પીવાથી એસિડિટી અથવા હાર્ટબર્ન થઈ શકે છે. આથી જે લોકો ખાલી પેટે દૂધ પીવા માંગે છે તેઓએ ગરમ નહીં પણ ઠંડુ દૂધ પીવું જોઈએ જેથી પાચન અને એસિડિટી સંબંધિત સમસ્યાઓથી બચી શકાય.
4/5
તમે સવારે દૂધ પી શકો છો પરંતુ તેને પીતા પહેલા કેટલાક ફળ ખાઓ કે અથવા નાસ્તો કરો. ખાલી પેટે ક્યારેય દૂધ ન પીવો. તેના બદલે તેને કોઈ ખોરાક સાથે લો. જો તમે વજન ઘટાડવા માંગતા હોવ કે હૃદયના સ્વાસ્થ્યને લઇ ચિંતિત હોવ તો લો ફેટવાળું કે સ્કિમ્ડ દૂધ બેસ્ટ મનાય છે. રાત્રે સૂતા પહેલા દૂધ પીવું પણ ફાયદાકારક મનાય છે કેમ કે, તે ઊંઘ સુધારવામાં મદદ કરી શકે છે. હળદરવાળું દૂધ ગુણકારી સાબિત થાય છે.
5/5
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.