બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL 2024 Gujarat Titans vs Punjab Kings GT lost after mistake

IPL 2024 / GT vs PBKS: ગુજરાત ટાઇટન્સે 19મી ઓવરમાં કરી મોટી ભૂલ અને જીતેલી મેચ હારી ગયા

Published By: Vidhata

Last Updated: 02:17 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GT vs PBKS: પંજાબ કિંગ્સના બે અનકેપ્ડ ક્રિકેટરો શશાંક સિંહ અને આશુતોષ શર્માએ ગુજરાત ટાઇટન્સ (GT) ના હાથથી જીત છીનવી લીધી. શશાંક સિંહે 29 બોલમાં 61 રન બનાવ્યા હતા. શશાંક સિંહે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 4 સિક્સ મારી હતી. આ સિવાય આશુતોષ શર્માએ 17 બોલમાં 31 રનની તોફાની ઇનિંગ રમી હતી.

IPL 2024: પંજાબ કિંગ્સ (PBKS) એ ગુરુવારે રમાયેલી IPL મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) ને 3 વિકેટે હરાવી દીધું. શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળની ટીમ પ્રથમ બેટિંગ કરતા 199 રન બનાવવા છતાં મેચ હારી ગઈ. પંજાબ કિંગ્સના બે અનકેપ્ડ ક્રિકેટરો શશાંક સિંહ અને આશુતોષ શર્માએ ગુજરાત ટાઇટન્સ (GT) ના હાથથી જીત છીનવી લીધી. શશાંક સિંહે 29 બોલમાં 61 રન બનાવ્યા. શશાંક સિંહે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 4 સિક્સ મારી હતી. આ સિવાય આશુતોષ શર્માએ 17 બોલમાં 31 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન આશુતોષ શર્માએ એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી.

 

ગુજરાત ટાઇટન્સે 19મી ઓવરમાં કરી મોટી ભૂલ 

પંજાબ કિંગ્સને આ મેચ જીતવા માટે એક સમયે 12 બોલમાં 25 રનની જરૂર હતી. પંજાબ કિંગ્સની ઇનિંગ્સની 19મી ઓવરમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ફાસ્ટ બોલર મોહિત શર્માને બોલિંગ કરવા માટે ઉતાર્યો હતો. મોહિત શર્માને ડેથ ઓવરનો ખૂબ જ નિષ્ણાત બોલર માનવામાં આવે છે, પરંતુ તેણે એક મોટી ભૂલ કરી દીધી. ગુજરાત ટાઇટન્સના ચાહકોને મોહિત શર્મા પાસેથી ચમત્કારની અપેક્ષા હતી, પરંતુ તે પોતાની જ ટીમની હારનું કારણ બની ગયો. પંજાબ કિંગ્સની ઇનિંગ્સની 19મી ઓવરમાં મોહિત શર્માએ 18 રન આપી દીધા. 

છૂટી ગઈ હાથમાં આવેલી જીત 

પંજાબ કિંગ્સની ઇનિંગ્સની 19મી ઓવરમાં મોહિત શર્માએ 18 રન આપતાં જ ગુજરાત ટાઇટન્સની હાર નક્કી થઈ ગઈ. 19મી ઓવરમાં 18 રન આપ્યા બાદ પંજાબ કિંગ્સને જીતવા માટે છેલ્લી ઓવરમાં માત્ર 7 રનની જરૂર હતી. આ પછી પંજાબ કિંગ્સે છેલ્લી ઓવરમાં 7 રન બનાવીને 3 વિકેટે રોમાંચક જીત મેળવી હતી. આ મેચમાં ભલે મોહિત શર્માને એક વિકેટ મળી પરંતુ તેણે બોલિંગની 4 ઓવરમાં 38 રન આપ્યા. શશાંક સિંહને 'મેન ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો.

વધુ વાંચો: ગુજરાત ટાઇટન્સને હાર્દિકની નહીં, શમીની ખોટ વર્તાઇ રહી છે, શુભમન ગિલની મુશ્કેલીમાં વધારો

ગુજરાત ટાઇટન્સે છોડ્યા 3 કેચ 

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે પંજાબ કિંગ્સ સામેની હાર બાદ કહ્યું કે તેમની ટીમે પૂરતા રન બનાવ્યા હતા પરંતુ કેચ છોડવાને કારણે તે સ્કોરનો બચાવ કરી શકી નહોતી. ગુજરાત ટાઇટન્સના ફિલ્ડરોએ મેચમાં ઓછામાં ઓછા ત્રણ કેચ છોડ્યા હતા. ગિલે મેચ બાદ કહ્યું કે કેટલાક કેચ છોડ્યા. જ્યારે તમે આવી વિકેટ પર કેચ છોડો ત્યારે તે ક્યારેય સરળ નથી હોતું. આ સંજોગોમાં રનનો બચાવ કરવો મુશ્કેલ હોય છે. નવો બોલ થોડી મદદ કરી રહ્યો હતો, પરંતુ તેમાં સુધારાને અવકાશ છે. મને લાગે છે કે 200 ખૂબ સારો સ્કોર હતો. અમે 15મી ઓવર સુધી મુકાબલામાં હતા. જ્યારે તમે કેચ છોડો છો ત્યારે તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. છેલ્લી મેચમાં નાલકાંડેએ જે રીતે બોલિંગ કરી તેના કારણે અમે છેલ્લી ઓવર માટે તેની પાસે ગયા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ