બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 gujarat titans captain shubman gill statement after loss

IPL 2024 / 'પિચ તો સારી હતી પરંતુ...', દિલ્હી કેપિટલ્સ સામે શરમજનક હાર બાદ પોતાની જ ટીમ પર ભડક્યો શુભમન

Arohi

Last Updated: 09:28 AM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Shubman Gill: દિલ્હી કેપિટલ્સે બુધવારની મેચમાં ગુજરાત ટાઈટન્સને છ વિકેટથી હરાવ્યું. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કરતા ગુજરાત ટાઈટન્સને 17.3 ઓવરમાં 89 રન પર ઓલઆઉટ કરી નાખ્યું. જે આ સીઝનમાં સૌથી ઓછો સ્કોર છે.

દિલ્હી કેપિટલ્સે બુધવારે ઓછા સ્કોર વાળી IPL મેચમાં ગુજરાત ટાઈટન્સને છ વિકેટથી મ્હાત આપી. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કરતા ગુજરાત ટાઈટન્સને 17.3 ઓવરમાં 89 રન પર ઓલઆઉટ કરી નાખ્યા જે આ સીઝનમાં કોઈ પણ ટીમનો સૌથી ઓછો સ્કોર છે. 

ગુજરાત ટાઈટન્સનો આ આઈપીએલમાં અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર પણ હતો. છેલ્લી અમુક મેચોમાં દિલ્હી કેપિટલ્સના બોલર એટલું સારૂ પ્રદર્શન ન હતા કરી રહ્યા પરંતુ આખરે આ મેચમાં તેમનો જલવો જોવા મળ્યો. મુકેશ કુમાર સૌથી વધારે સફળ બોલર રહ્યા તેમણે 14 રન આપીને ત્રણ વિકેટ લીધી જ્યારે ઈશાન શર્માએ આઠ રન આપીને 2 અને ટ્રિસ્ટન સ્ટબ્સને પોતાની એક ઓવરમાં બે વિકેટ મેળવી.

હાર બાદ ભડક્યો શુભમન ગિલ 
ગુજરાત ટાઈટન્સની બેટિંગ ખૂબ જ ખરાબ રહી તેમનામાં ફક્ત ત્રણ જ ખેલાડી ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. જેમાં રાશિદ ખાને સૌથી વધારે 24 બોલમાં 31 રન બનાવ્યા તેમણે ટીમની ઈનિંગની એક માત્ર સીક્સ પણ મારી. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે પોતાની હાર માટે પોતાની ખરાબ બેટિંગને જવાબદાર ગણાવી.

તેમણે કહ્યું, "અમે એવરેજ બેટિંગ કરી. અમારે આ મેચને ભૂલીને આગળ વધવું પડશે. પીચ સારી હતી પરંતુ અમારી બેટિંગના શોટની પસંદગી ખરાબ રહી. વિકેટ ઠીક હતી પરંતુ જો તમે અમારા આઉટ થવાની રીતને જોશો તો તેનું પિચ સાથે કોઈ લેવાદેવ ન હતું."

વધુ વાંચો: રાજધાની આગળ પાટનગર ફેલ: ગુજરાત ટાઈટન્સની કારમી હાર, 9 ઓવરમાં જ જીત્યું DC

પોતાની જ ટીમથી નારજ થયા ગુજરાતના કેપ્ટન 
શુભમન ગિલે કહ્યું, "આ નાના સ્કોર બાદ અમે મેચમાં ક્યાંય ન હતા. અમારા બેટ્સમેન બે હેટ્રિક લે ત્યારે કોઈ સંભાવના બની શકતી હતી. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે કહ્યું કે તે હજુ પણ ટૂર્નામેન્ટમાં અહીંથી સુધાર કરી શકે છે. ઋષભ પંતે શાનદાર કેપ્ટન્સી ઉપરાંત વિકેટ કિપર તરીકે પણ ફૂર્તી બતાવી અને બે સ્ટંપિંગ અને બે કેચ પકડ્યા. તેમણે પોતાની બોલિંગનો સારો ઉપયોગ કરતા ગુજરાત ટાઈટન્સની ટીમને તેમના જ મેદાન પર 89 રન પર ઓલ આઉટ કરી નાખી."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ