બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 after match of csk vs lsg ms dhoni warns chennai super kings bowlers

IPL 2023 / લખનઉ સુપર જાયન્ટ્સ વિરૂદ્ધ જીત બાદ પણ બોલરો પર ભડક્યો MS ધોની, કરી દીધી કેપ્ટનશીપ છોડવા સુધીની વાત

Arohi

Last Updated: 10:17 AM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS Dhoni in IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌઉ સુપર જાયન્ટ્સની વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈએ 12 રનોથી જીત પોતાના નામે કરી. આ વચ્ચે મેચમાં જીત બાદ ધોની પોતાની ટીમના બોલરોથી નાખુશ જોવા મળ્યા હતા.

  • લખનૌઉ સાથે હતી ચેન્નાઈની બીજી મેચ 
  • 12 રનોથી જીત કરી પોતાના નામે 
  • ધોની ટીમના બોલરોથી થયા નાખુશ 

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023માં પોતાની બીજી મેચ લખનૌઉ સુપર જાયન્ટ્સના વિરૂદ્ધ રમી. ચેપોકમાં રમાયેલી આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી CSKએ 12 રનોથી વધારેની જીત નોંધીને ટૂર્નામેન્ટમાં ખાતુ ખોલાવ્યું. 

આ મેચમાં જીતના બાદ કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પોતાની ટીમના બોલરોથી નાખુશ જોવા મળ્યા. અહીં સુધી કે તેમણે કેપ્ટની છોડવાની પણ વાત કહી દીધી હતી. 

ફાસ્ટ બોલર સામે જાહેર કરી નારાજગી 
મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ કહ્યું, "ફાસ્ટ બોલિંગમાં સુધારની જરૂર છે. પરિસ્થિતિના હિસાબથી તે કરવું જોઈએ. મહત્વપૂર્ણ એ છે કે તેના પર નજર રાખવામાં આવે કે વિરોધી બોલર શું કરી રહ્યા છે. એક બીજી વસ્તુ છે કે તેમને નો બોલ અને એક્ટ્રા વાઈડ ન નાખવા જોઈએ. તેમણે એક નવા કેપ્ટનની જેમ રમવું જોઈએ. આ મારી બીજી ચેતાવણી છે અને પછી હું હટી જઈશ."

ચેન્નાઈના બોલરોએ વધારે ફેંક્યા નો અને વાઈડ બોલ 
લખનૌઉ સુપર જાયન્ટ્સ વિરૂદ્ધ રમાનાર મેચમાં ભલે ચેન્નાઈ સુપર કિંગ્સે જીત દાખલ કરી હોય પરંતુ આ મેચમાં સીએસકેના બોલર ખૂબ જ ખરાબ લયમાં જોવા મળ્યા. આ મેચમાં ચેન્નાઈના બોલરોએ કુલ 3 નો બોલ અને કુલ 13 વાઈડ બોલ ફેંક્યા. 

ટીમે આ રીતે 18 એક્ટ્રા રન ખર્ચા. ત્યાં જ લખનૌઉના બોલરો આ મામલે વધારે પાછળ ન હતા. લખનૌઉના બોલરોએ આ મેચમાં 1 નો બોલ અને 7 વાઈડ બોલ ફેંક્યા. જણાવી દઈએ કે પહેલા મેચમાં પણ ચેન્નાઈના બોલરોએ 2 નો અને 4 વાઈડ બોલ ફેંક્યા હતા. 

ચેપોકની વિકેટથી સરપ્રાઈઝ થયા કેપ્ટન કૂલ 
ધોનીએ પિચ વિશે વાત કરતા કહ્યું, "શાનદાર હાઈ સ્કોરિંગ ગેમ. આપડે બધા વિચારી રહ્યા હતા કે વિકેટ કેવી હશે. આ પહેલી પરફેક્ટ ગેમ હતી જે હોઈ શકે છે. મને લાગે છે કે આ થોડી ધીમ હશે. પરંતુ આવી વિકેટ હતી જ્યાં તમે રન બનાવી શકતા હતા. હું વિકેટથી સરપ્રાઈઝ હતો." 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ