ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iPhone 18 Pro અને 18 Pro Maxની પ્રી-બુકિંગ શરૂ, 18 સપ્ટેમ્બરે ફોન મેળવવો હોય તો બુકિંગમાં મોડું ન કરશો!
7 ફોટો ગેલેરી
Last Updated: 01:40 PM, 13 September 2026
1/7
Appleએ ભારતમાં પોતાના નવા iPhone 18 Pro અને iPhone 18 Pro Max માટે પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. કંપનીના જણાવ્યા અનુસાર બંને મોડલનું પ્રી-બુકિંગ 12 સપ્ટેમ્બરથી શરૂ થયું છે, જ્યારે ગ્રાહકોને ફોનની ઉપલબ્ધતા 18 સપ્ટેમ્બરથી મળશે. ભારતમાં પ્રી-બુકિંગ સાંજે 5:30 વાગ્યાથી શરૂ થયું હતું. જો તમે નવા iPhoneનું ચોક્કસ મોડલ, રંગ અથવા સ્ટોરેજ વેરિઅન્ટ લેવા માંગતા હો, તો પ્રી-બુકિંગ તમારા માટે ઉપયોગી વિકલ્પ બની શકે છે.
2/7
કિંમતની વાત કરીએ તો ભારતમાં iPhone 18 Proની શરૂઆતની કિંમત ₹1,64,900 છે. આ સિરીઝમાં 256GBથી લઈને 2TB સુધીના સ્ટોરેજ વિકલ્પો ઉપલબ્ધ છે. સ્ટોરેજ વધે તેમ ફોનની કિંમત પણ વધે છે. Appleના ઓનલાઈન સ્ટોર પર પસંદગીના મોડલ સાથે ઇન્સ્ટન્ટ કેશબેક અને નો-કોસ્ટ EMIની સુવિધા પણ દર્શાવવામાં આવી છે. જોકે કેશબેક અને EMIની શરતો પસંદગીના કાર્ડ અને મોડલ પ્રમાણે બદલાઈ શકે છે.
ADVERTISEMENT
3/7
પ્રી-બુકિંગ કરવાનું સૌથી મોટું કારણ એ છે કે ગ્રાહકો વેચાણ શરૂ થતાં પહેલાં પોતાનું મનપસંદ મોડલ પસંદ કરી શકે છે. જો તમને કોઈ ચોક્કસ રંગ પસંદ હોય અથવા 2TB જેવા મોટા સ્ટોરેજવાળું મોડલ જોઈએ છે, તો પ્રી-બુકિંગથી તમારી પસંદગીનું વેરિયન્ટ મેળવવાની તક મળી શકે છે. વેચાણ શરૂ થયા બાદ પસંદગીના મોડલનો સ્ટોક ઝડપથી પૂરો થઈ જાય અથવા ગ્રાહકને રાહ જોવી પડે તેવી સ્થિતિ ટાળવા માટે ઘણા લોકો અગાઉથી પ્રી-બુકિંગ કરવાનું પસંદ કરે છે.
4/7
હવે નવા iPhone 18 Pro સિરીઝમાં શું ખાસ છે તેની વાત કરીએ તો Appleએ આ વખતે ખાસ કરીને કેમેરા, પરફોર્મન્સ અને બેટરી પર ધ્યાન આપ્યું છે. બંને ફોનમાં નવી A20 Pro ચિપ આપવામાં આવી છે. સાથે જ નવી પેઢીની વેપર ચેમ્બર પણ છે, જે લાંબા સમય સુધી વધુ સારું પરફોર્મન્સ જાળવવામાં મદદ કરે છે. Appleના જણાવ્યા અનુસાર આ ચિપ અને કૂલિંગ સિસ્ટમના કારણે ફોનમાં પરફોર્મન્સ અને AI સંબંધિત કામ માટે પણ સુધારો થયો છે.
ADVERTISEMENT
5/7
કેમેરા નવા iPhoneની સૌથી મોટી ખાસિયતોમાં સામેલ છે. iPhone 18 Pro અને Pro Maxમાં 48MP Fusion Main Camera સાથે વેરિયેબલ એપરચર આપવામાં આવ્યું છે. આ iPhoneમાં પહેલીવાર મુખ્ય કેમેરામાં એપરચર કંટ્રોલની સુવિધા આપે છે. ફોન લાઇટિંગ અને ફોટામાં જરૂરી ડેપ્થ પ્રમાણે એપરચર બદલી શકે છે. સાથે જ Pro Controls દ્વારા યુઝર્સ એપરચર, શટર સ્પીડ અને વ્હાઇટ બેલેન્સ જેવી સેટિંગ્સ પર વધુ નિયંત્રણ મેળવી શકે છે.
6/7
બેટરીની બાબતમાં પણ Appleએ સુધારો કર્યો છે. ખાસ કરીને iPhone 18 Pro Maxને અત્યાર સુધીના સૌથી લાંબા બેટરી બેકઅપવાળા iPhone Pro મોડલ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. Appleના ભારતીય પેજ મુજબ iPhone 18 Pro Maxમાં 43 કલાક સુધીનું વીડિયો પ્લેબેક મળી શકે છે. આ ઉપરાંત ફોનમાં ઝડપી વાયર્ડ ચાર્જિંગની સુવિધા પણ આપવામાં આવી છે. નવા iPhone 18 Pro અને Pro Max ચાર રંગોમાં ઉપલબ્ધ છે. તેમાં બ્લેક, સિલ્વર, ગ્લેશિયર અને બર્ગન્ડી રંગ સામેલ છે. બંને મોડલમાં iOS 27 સાથે Apple Intelligence અને નવી Siri AI સુવિધાઓ પણ આપવામાં આવી છે.
ADVERTISEMENT
7/7
આ ઉપરાંત ભારતમાં પસંદગીના બેંક કાર્ડ પર ઇન્સ્ટન્ટ કેશબેક, નો-કોસ્ટ EMI અને જૂના iPhoneને એક્સચેન્જ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેથી જો તમે 18 સપ્ટેમ્બરની આસપાસ નવો iPhone લેવા માંગતા હો અને ખાસ કરીને ચોક્કસ મોડલ અથવા સ્ટોરેજ વેરિયન્ટ પસંદ કર્યું હોય, તો પ્રી-બુકિંગ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ