બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:04 PM, 30 March 2024
શાપૂરજી પાલોનજી ગ્રુપની કંપની Afcons ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરોડો રૂપિયાનો IPO લાવવા જઈ રહી છે. તેના માટે કંપનીએ માર્કેટની રેગ્યુલેટરી સંસ્થા SEBIમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સબમિટ પણ કરી દીધા છે. કંપનીના IPOની સાઈઝ 7000 કરોડ રૂપિયા હશે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે.
ADVERTISEMENT
Afcons ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં 99.48% ભાગીદારી શાપૂરજી પાલોનજી ગ્રુપની
આ IPO દ્વારા કંપની 1250 કરોડ રૂપિયાના ફ્રેશ શેર ઇશ્યૂ કરશે. આ સિવાય 5750 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ પણ સામેલ કરવામાં આવશે. જેમાં શાપૂરજીની ગોસ્વામી ઈન્ફ્રાટેક દ્વારા રૂપિયા 5750 કરોડના શેર બહાર પાડવામાં આવશે. હાલમાં Afcons ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં 99.48% ભાગીદારી શાપૂરજી પાલોનજી ગ્રુપની જ છે.
ADVERTISEMENT
આ કંપની પાસે વર્ષ 2023 સુધી 13 દેશમાં 67 પ્રોજેક્ટ હતા.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આ ગ્રુપ છેલ્લા કેટલાય સમથી નાણા એકત્રીત કરવા પ્રયાસ કરી રહ્યું છે. જેના માટે તેણે ગોપાલપુર પોર્ટને અદાણીને 3000 કરોડ રૂપિયામાં વેચી દીધો હતો. આ પહેલા ધરમતર પોર્ટને 700 કરોડ રૂપિયામાં JSW ગ્રુપને વેચી દીધો હતો. એક રિપોર્ટ અનુસાર આ કંપની પાસે વર્ષ 2023 સુધી 13 દેશમાં 67 પ્રોજેક્ટ હતા.
છેલ્લા 6 દાયકાથી કાર્યરત છે આ કંપની
ADVERTISEMENT
કંપની છેલ્લા 6 દાયકાથી કાર્યરત છે. કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચરના 5 મુખ્ય બિઝનેસમાં કામ કરે છે. સરફેસ ટ્રાન્સપોર્ટ જેમાં હાઇવે, માઇનિંગ ઇન્ફ્રા અને રેલવે સામેલ છે. દરિયાઈ અને ઔદ્યોગિક જેમાં બંદરો, LNG ટેંક, ડ્રાય ડોક્સનો સમાવેશ થાય છે. અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં મેટ્રો વર્ક્સ, બ્રિજ, ફ્લાયઓવર અને એલિવેટેડની કામગીરી સામેલ છે. સાથે જ હાઇડ્રો અને અંડરગ્રાઉન્ડ, કોમ્પ્રેસિંગ ડેમ, ટનલની કામગીરી પણ સામેલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.