બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:20 AM, 6 December 2025
શેરબજારમાં ઘણા પેની સ્ટોક્સ છે જેણે તેમના રોકાણકારોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. આ સ્ટોક્સમાંથી એક ઈન્ટિગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝનો છે. આ શેરે માત્ર 5 વર્ષના ગાળામાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. ઈન્ટિગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝના શેરના પરફોર્મન્સ વિશે વાત કરીએ તો ડિસેમ્બર 2020માં તેની કિંમત માત્ર 0.50 પૈસા હતી પરંતુ હવે તે વધીને 29.80 રૂપિયા થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલાં આ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેનો ભાવ 5.96 કરોડ રૂપિયાની આસપાસ હોત. આ ગણતરી બોનસ અને સ્ટોક સ્પ્લિટના ફાયદા એડ કર્યા વગરની જ છે.
ADVERTISEMENT
ઈન્ટિગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝે 1લી સપ્ટેમ્બર, 2024 ના રોજ તેના સ્ટોકને 10 રૂપિયા થી 1 રૂપિયામાં સ્પિલ્ટ કર્યો હતો અને એપ્રિલ 2024 માં 1:1 બોનસ પણ આપ્યું હતું જેણે રોકાણકારોને વધારાના લાભ આપ્યા હતા.

ADVERTISEMENT
શુક્રવારે પેની સ્ટોક 5% વધીનેરૂપિયા29.80 થયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં તેણે લગભગ 59,500%નો જંગી ઉછાળો કર્યો છે. જો કે, છેલ્લા એક વર્ષમાં સ્ટોક 18% ઘટ્યો છે પરંતુ 6 મહિનામાં 19% વધ્યો છે અને માત્ર છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં 11% વળતર આપ્યું છે. આ વળતર એક મહિનામાં 24% રહ્યું છે. વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં તેમાં 2.23% નો થોડો વધારો જોવા મળ્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સસ્તા ભાવે લેવું હોય તો લઈ લેજો, સોનાના ભાવમાં 30 ટકાનો ઉછાળો આવશે!
ADVERTISEMENT
13 નવેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં ઈન્ટીગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2025ના ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 108% વધીનેરૂપિયા29.88 કરોડ થયો છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 14.40 કરોડ હતો. ઓપરેશનલ રેવન્યુ વિશે વાત કરીએ તો તે 54% વધીને રૂપિયા 286.46 કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન કુલ ખર્ચ પણ 49% વધીને રૂપિયા 257.13 કરોડ થયો છે.
ADVERTISEMENT
પ્રથમ છ મહિનામાં કંપનીનું ચોખ્ખું વેચાણ 64% વધીને રૂપિયા 536.72 કરોડ અને ચોખ્ખો નફો 100% વધીનેરૂપિયા54.66 કરોડ થયો છે. તમને જણાવી દઈએ કે ફૂડ સેક્ટરમાં ઝડપથી વિકસતી આ કંપની તેના પ્રોડક્ટ પોર્ટફોલિયો અને માર્કેટ નેટવર્કનો વિસ્તાર કરી રહી છે જેના કારણે આવનારા સમયમાં રોકાણકારો માટે વધુ સારા પરફોર્મન્સની શક્યતા છે.
DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.