બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સુરત / Insurance agent in Surat caught in honey trap

ચોંકાવનારો કિસ્સો / વીમો લેવાનો છે કહી ઇન્સ્યોરન્સ એજન્ટને યુવતીએ બોલાવ્યો ફ્લેટમાં, બાદમાં દરવાજો બંધ કર્યો ને પછી..., બેની ધરપકડ

Malay

Last Updated: 10:15 AM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાં ઇન્સ્યોરન્સ એજન્ટને હની ટ્રેપમાં ફસાવાયો, વીમો લેવાનું કહી એજન્ટને ઘરે બોલાવી યુવતીએ ઘરનો દરવાજો બંધ કર્યો

  • સુરતનો હનીટ્રેપનો ચોંકાવનારો બનાવ
  • ઇન્સ્યોરન્સ એજન્ટને ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યો
  • અજાણ્યા શખ્સોએ માર મારી 3 લાખની માંગણી કરી 
  • પૈસા ન હોવાથી આખરે 75,000 માં પતાવટ કરાઈ

Surat News: હનીટ્રેપનો વધુ એક કિસ્સો સુરતમાંથી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઈન્સ્યોરન્સ એજન્ટ હનીટ્રેપનો શિકાર બન્યો છે. જેમાં એક યુવતીએ વીમો લેવાનો છે એવું કહીને એજન્ટને ફ્લેટમાં બોલાવ્યો અને ફ્લેટનો દરવાજો બંધ કરી એજન્ટને હનીટ્રેપમાં ફસાવી રૂ. 42 હજાર પડાવી લીધા. યુવકે 6 શખ્સો વિરુદ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અડાજણ પોલીસે યુવકની ફરિયાદના આધારે 2 શખ્સોની ધરપકડ કરી છે.

2 શખ્સોની ધરપકડ

કોઈ અજાણ્યા વ્યક્તિએ ફ્લેટનો દરવાજો કરી દીધો બંધ
મળતી માહિતી અનુસાર, સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા LIC એજન્ટ રાહુલ (નામ બદલ્યું છે)ને અડાજણના શ્રીજી આર્કેડ સામે આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ નામના વ્યક્તિએ વીમાના કામ માટે પોતાના ફ્લેટે બોલાવ્યો હતો. જેથી રાહુલ દિલીપભાઈના ફ્લેટે પહોંચ્યો હતો, જે બાદ એક યુવતી રાહુલ પાસે આવી હતી અને કોઈ અજાણ્યા વ્યક્તિએ બહારથી ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો હતો.

ખોટા કેસમાં ફસાવી દેવાની આપી ધમકી
જેની 5 મિનિટ બાદ ત્રણથી ચાર જણા ફ્લેટનો દરવાજો ખોલીને અંદર આવ્યા હતા અને પોતે અડાજણ પોલીસ સ્ટેશનમાંથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. જે બાદ આ તમામે તમે અહીં ખોટું કામ કરો છો એવું કહીને રાહુલને લાકડીથી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 3 લાખ રૂપિયા માંગ્યા હતા. 

માર મારી પૈસા પડાવ્યા
જોકે, રાહુલ પાસે આટલા રૂપિયા ન હોવાથી તેણે ઈનકાર કરતા ફરી માર માર્યો હતો. જે બાદ આખરે 75,000 રૂપિયામાં પતાવટ કરાઈ હતી. જેમાંથી રૂ.25000 રાહુલને નજીકના ATMમાં લઈ જઈ કઢાવ્યા હતા અને રાહુલના ઘરેથી 17000 રૂપિયાથી વધુ પડાવ્યા હતા. જ્યારે બાકીના પૈસા પછી આપવાનું નક્કી થયું હતું. જે બાદ આ તમામે રાહુલને ખોટા કેસમાં ફસાવી દેવાની અને મારી નાખવાની ધમકી આપી હતી. 

યુવકે 6 શખ્સો સામે નોંધાવી ફરિયાદ
આ દરમિયાન રાહુલને આ તમામ સામે શંકા જતા તેણે મિત્રને બોલાવ્યો હતો. અન્ય લોકો આવી રહ્યાની જાણ થતા હનીટ્રેપ કરનાર ટોળકી નાસી છૂટી હતી. જે બાદ રાહુલ અડાજણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેણે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ