બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Instagram reach increase tips by ceo Adam Mosseri g

ટેક ટિપ્સ / Instagram પર વધારવા છે વ્યુઝ? તો ખુદ ઈન્સ્ટાના સીઈઓએ આપેલી ટિપ્સ ફોલો કરો

Bhavin Rawal

Last Updated: 09:57 AM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારી Instagram પોસ્ટ પર વ્યુઝ નથી આવતા તો ચિંતા કરવાની જરૂર નથી. ખુદ Instagramના સીઈઓ Adam Mosseriએ કેટલાક મહિલા પહેલા એક વીડિયો ગાઈડ પોસ્ટ કરીને રીચ વધારવાની ટિપ્સ આપી હતી.

આપણે બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરીએ છીએ અને આપણને બધાને ખબર છે કે સોશિયલ મીડિયા પરથી હવે લોકો લાખો રૂપિયા કમાય છે. હવે તો સરકારે પણ સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવતા ક્રિએટર્સને એવોર્ડ આપવાની શરૂઆત કરી છે. એટલે, રીલ્સ કે વીડિયોઝ બનાવવાનો ક્રેઝ હજી વધવાનો છે. જો તમે પણ ક્રિએટર બનવા ઈચ્છો છો, પરંતુ ઘણા પ્રયત્ન કરવા છતાંય, તમારા વીડિયોઝ કે તમારી Instagram પોસ્ટ પર વ્યુઝ નથી આવતા તો ચિંતા કરવાની જરૂર નથી. ખુદ Instagramના સીઈઓ Adam Mosseriએ કેટલાક મહિલા પહેલા એક વીડિયો ગાઈડ પોસ્ટ કરીને રીચ વધારવાની ટિપ્સ આપી હતી.

બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જેમ Instagram  પણ અલ્ગોરિધમ પર કામ કરે છે, જો તમે આ અલ્ગોરિધમને સમજી લેશો, તો તમારું કન્ટેન્ટ ઝડપથી વાઈરલ થવા લાગશે. Instagram CEO Adam Mosseriએ આ જ અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે, તે જણાવતા એક વીડિયો પોતાની Instagram ચેનલ પર પોસ્ટ કર્યો હતો. આ સાથે જ તેમણે એક બ્લોગ પણ લખ્યો હતો, જેમાં તેમણે Instagram  યુઝર્સને રીલ્સ અને પોસ્ટની રીચ વધારવા માટે ટિપ્સ આપી હતી. આજે અમે તમને આ જ ટીપ્સ સમજાવીશું, જેની મદદથી તમારું કન્ટેન્ટ વાઈરલ થઈ શક્શે. જો તમે પણ Instagram પરથી કમાણી કરવા ઈચ્છો છો, તો આ ટિપ્સને જરૂર ફોલો કરજો. એડમ મોસ્સેરીના કહેવા પ્રમાણે Instagram  યુઝ કરતા દરેક યુઝરને જુદી જુદી બાબતોમાં રસ હોય છે, એટલે જો તમે યુઝરના રસને સમજીને તેમને અનુરૂપ કન્ટેન્ટ આપશો, તો તેમને ગમવાનું છે અને તેઓ તેને વાઈરલ પણ કરશે. 

Adam Mosseri પાસેથી સમજો કેવી રીતે કામ કરે છે Instagramનું અલ્ગોરિધમ?

સૌથી પહેલા Instagramના સ્ટોરી ફીચર અંગે વાત કરીએ, તો આ સ્ટોરી તમે અપલોડ કરો ત્યાંથી 24 કલાક માટે રહે છે.  એડમ મોસ્સેરી પોતાના બ્લોગમાં સમજાવ્યું છે કે ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સ જે પ્રકારે સ્ટોરી જોવે છે, તેને અલ્ગોરિધમ મોનિટર કરે છે, અને નક્કી કરે છે કે યુઝરને કેવા પ્રકારના કન્ટેન્ટમાં ઈન્ટ્રેસ્ટ પડે છે. આના આધારે આગળ તમે કયા પ્રકારની સ્ટોરી જોશો, તે અલ્ગોરિધમ નક્કી કરે છે, અને તમારી સ્ટોરી લાઈનમાં સજેસ્ટ કરે છે. બાદમાં તમે આ સ્ટોરીને ઓપન કરી, રિપ્લાય કે રિએક્ટ કરી શકો છો. હજી ડિટેઈલમાં સમજીએ તો સૌથી પહેલા અલ્ગોરિધમ એ મોનિટર કરે છે કે તમે કેટલા સમયગાળામાં કોઈ પણ ક્રિએટરની સ્ટોરી ઓપન કરો છો. તમે કેટલી સ્ટોરી ઓપન કરી અને તેમાંથી કેટલા પર રિએક્ટ કર્યું કે રિપ્લાય આપ્યો?  આ ઉપરાંત અલ્ગોરિધમ એ પણ જુએ છે કે તમે જેની સ્ટોરી પર રિએક્ટ કર્યું તેને તમે ઓળખો છો કે નહીં? આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ઈન્સ્ટાગ્રામ તમને જુદી જુદી સ્ટોરીઝ સજેસ્ટ કરે છે.

Instagram Feedનું અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે?

સ્ટોરી પછી તમારા ફીડમાં કોની પોસ્ટ દેખાશે? કેવું કન્ટેન્ટ દેખાશે, તે પણ Instagramનું અલ્ગોરિધમ જ નક્કી કરે છે. આપણે એવું માનીએ છીએ કે જે પ્રકારનું કન્ટેન્ટ જોઈએ, તે પ્રકારનું વધુ કન્ટેન્ટ આપણને સજેસ્ટ થયા રાખે. જો કે એડમ મોસ્સેરીના કહેવા પ્રમાણે જ્યારે તમે કોઈ યુઝરની પોસ્ટ લાઈક કરો છો, શૅર કરો છો, કમેન્ટ કરો છો,  આ બધું જ Instagramનું અલ્ગોરિધમ નોટિસ કરે છે. આ ઉપરાંત કોઈ પણ યુઝરની પ્રોફાઈલ તમે કેટલીવાર ચેક કરી તે પણ નોટિસ કરવામાં આવે છે. તમે કોઈની પ્રોફાઈલ પર કેટલો સમય ગાળ્યો, તેની પણ અલ્ગોરિધમ ગણતરી કરે છે. આ બધા ડેટાનું એનાલિસીસ કરીને ઈન્સ્ટાગ્રામ તમને ફીડ સજેસ્ટ કરે છે.

વધુ વાંચો: WhatsApp પર ચેક કરી શકાય છે કે ટ્રેન ક્યાં પહોંચી, ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં, બસ આટલું કરો

Instagram Reelsનું અલ્ગોરિધમ આ રીતે કામ કરે છે?

Instagramનું સૌથી વધુ વપરાતું ફીચર રીલ્સ છે. યુઝર્સ સૌથી વધુ સમય રીલ્સ પર જ પસાર કરે છે. અહીં પણ યુઝર કયા પ્રકારની રીલ્સ ફોરવર્ડ કરે છે, કઈ રીલ્સ લાઈક કરે છે, એ જોવામાં આવે છે. Instagram યુઝર ઈન્ટરએક્શન પ્રમાણે રીલ્સને રેન્કિંગ આપે છે.  જે રીલ પર વધારે યુઝર રિએક્ટ કરે છે, તેનું રેન્કિંગ સતત વધતું રહે છે, અને તે રીલ વાઈરલ થઈ જાય છે.

એટલે કે દરેક યુઝરને જોવા મળતી સ્ટોરી, રીલ્સ, પોસ્ટ જુદી જુદી હોય છે, કારણ કે દરેકનું બિહેવિયર જુદુ હોય છે. હવે જો તમે ક્રિએટર છો, તો તમારે આ અલ્ગોરિધમને સમજીને તમારું કન્ટેન્ટ પ્લાન કરવાનું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ