બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / pnr status and train location status check realtime on whatsapp
Last Updated: 11:43 AM, 8 March 2024
આવતા પહેલા ટિકિટ કન્ફર્મ થશે કે નહીં. ટ્રેન ક્યાં પહોંચી હશે, હજી કેટલી વાર લાગશે. આ બધા સવાલો એન્ગઝાઈટી આપે છે. પરંતુ આપણે બધા જ જે એપ વાપરીએ છીએ, એવી વ્હોટ્સ એપ આ બધા જ કામ સરળ બનાવી રહી છે. હવે તમે વ્હોટ્સ એપમાં જ તમારા PNR સ્ટેટસને ચેક કરી શકો છો, જેનાથી ખ્યાલ આવશે કે તમારી સીટ કન્મફર્મ થઈ કે નહીં. આ ઉપરાંત તમારી ટ્રેન કેટલે પહોંચી એ પણ તમને વ્હોટ્સ એપ પર એક મેસેજ કરીને જાણી શક્શો.
ADVERTISEMENT
વ્હોટ્સ એપ પર ટ્રેનનું લોકેશન અને PNR સ્ટેટસ ચેક કરવા માટે નીચે આપેલા સરળ સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં Railofy train enquiry number +91 9234556675 એડ કરી લો.
સ્ટેપ 2: હવે તમારા ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો અને તેમાં સર્ચમાં જઈને Railofy ચેટ બોટનું મેસેજ બોક્સ ઓપન કરો.
સ્ટેપ 3: હવે તમારે અહીં માત્ર તમારો 10 આંકડાનો PNR નંબર ટાઈપ કરવાનો છે અને મેસેજ સેન્ડ કરી દો.
સ્ટેપ 4: હવે તમારી ટિકિટની શું સ્થતિ છે, ટ્રેન કેટલે પહોંચી છે, આ બધી જ માહિતી વ્હોટ્સ એપ પર મેસેજમાં આવી જશે.
સ્ટેપ 5: આટલું કરતા જ આ ચેટબોટ તમને રિલય ટાઈમ ટ્રેનની માહિતી મોકલ્યા કરશે. તમારે વારેવારે મેસેજ કરવાની જરૂર નથી.
ADVERTISEMENT
આ ઉપરાંત રેલવેને કસ્ટમર કેર નંબર પરથી પણ તમે આ માહિતી મેળવી શકો છો. આ માટે તમારે 139 નંબર ડાયલ કરવાનો છે. જો કે આના માટે તમારે લાંબો સમય કોલ પર રહેવું પડી શકે છે.
જો તમે ઓફિસના કામે અથવા અન્ય કોઈ પણ કામ માટે વારંવાર ટ્રેનમાં મુસાફરી કરતા હો છો, તો વ્હોટ્સએપ ચેટબોટ તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. ખાસ કરીને તત્કાલમાં રિઝર્વેશન કરાવતા યુઝર્સ માટે તો આ સુવિધા ખૂબ જ ઉપયોગી બની જાય છે. આ ઉપરાંત તમારે ટ્રેનનું લોકેશન કે ટિકિટનું સ્ટેટસ ચેક કરવા માટે અન્ય એપ પર પણ જવાની જરૂર નહીં પડે. તમે વ્હોટ્સ એપથી જ સરળતાથી આ કામ કરી શકો છો.
ADVERTISEMENT
આ ઉપરાંત જો તમે કોઈ નવા રૂટ પર ટ્રાવેલ કરી રહ્યા છો, તો તમારું ડેસ્ટિનેશન ક્યારે આવશે, ટ્રેન તમારી ક્યાં પહોંચી છે, એ બધું જ રિયલ ટાઈમ જાણવા માટે પણ વ્હોટ્સ એપનો ચેટબોટ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આના માટે પણ તમારે વારંવાર અન્ય કોઈ એપમાં લોગઈન નહીં કરવું પડે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.