બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સિંહો આળસું ન બની જાય તે માટે નવતર પહેલ, સક્કરબાગ ઝૂમાં લાયન ફિટનેસ પ્રોગ્રામની શરૂઆત
Last Updated: 11:57 AM, 23 November 2025
જુનાગઢના સક્કરબાગ ઝૂ માં સિંહોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે એક નવી અને અનોખી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે રીતે માણસ પોતાના શરીરને ફીટ રાખવા કસરત કરે છે, તે જ રીતે ઝૂના સિંહો પણ આળસુ ન બને અને સક્રિય રહે તે માટે ખાસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે..જંગલમાં ખુલ્લા ફરતા સિંહોને પાંજરામાં રાખવાથી તેઓ આળસુ બની જાય છે અને તેમની શારીરિક તથા માનસિક નબળાઈ વધે છે. આ સમસ્યાના નિરાકરણ માટે 'એન્ગ્રીસમેન્ટ' નામનો એક ખાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.....આ પ્રોગ્રામમાં ઝાડ સાથે રબરની દોરી, દડો કે પછી ખોરાક એવી રીતે રાખવામાં આવે છે કે સિંહ તેને પકડવા માટે મહેનત કરે અથવા તેની સાથે રમે છે.... આ પ્રવૃત્તિ દ્વારા સિંહની શારીરિક અને માનસિક શક્તિમાં વધારો થાય છે અને તેઓ પ્રવૃત્તિમય રહે છે. આ કાર્યક્રમથી સિંહોમાં નોંધનીય સુધારો જોવા મળ્યો છે....
ADVERTISEMENT
સિંહોના ફિટનેસ પ્રોગ્રામની સાથે સાથે, સક્કરબાગ ઝૂમાં સ્વચ્છતા અને પર્યાવરણને અનુલક્ષીને અન્ય નવા પ્રયોગો પણ હાથ ધરાયા છે..ખાસ કરીને સિંહો ઊંચા વિસ્તારમાં રહેવાનું વધુ પસંદ કરતા હોય છે..જેથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહોને પોતે નૈસર્ગિક જગ્યામાં છે તેઓ અનુભવ થાય તે માટે લાકડામાંથી બનાવેલા બેંચ તૈયાર કરીને મૂકવામાં આવી છે.... જેની ઉપર સિંહો બેસી શકે જેથી તેનું કુદરતી વર્તન બદલાય નહીં.... ઉપરાંત તેમની માનસિક ક્ષમતામાં પણ વધારો થાય તે માટે તેને આપવામાં આવતો ખોરાકને ગમે ત્યાં સંતાડી દેવામાં આવે છે અને તેની ખુશ્બુ વડે પ્રાણીઓ જાતે જ તેનો ખોરાક શોધી કાઢે છે આ પ્રકારની ગતિવિધિથી પ્રાણીઓમાં માનસિક સ્વચ્છતા આવે છે....
પ્રાણીઓમાં શારીરિક અને માનસિક વિકાસની સાથે સાથે તેમની ગંધ પારખવાની શક્તિનો પણ વિકાસ થાય તે માટે અલગ અલગ બીજા પ્રાણીઓના મળમૂત્ર મૂકવામાં આવે છે... જેથી ખોરાક કેટલી દૂર છે અને તેના વિસ્તારમાં કોઈ અન્ય પ્રાણી આવી ચડ્યું છે કે કેમ તે અંગેની પણ જાણકારી મેળવી શકે.... ખાસ કરીને સિંહ અને સિંહણ વચ્ચેના મેટિંગ ટાઈમ દરમ્યાન જે બ્રિડિંગ થાય તે ઉચ્ચ કક્ષાનું બને તે માટે સિંહના સ્વભાવને પારખીને તેમની આજુબાજુ તેવી જ સિંહણને મૂકવામાં આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ એન્ટિબાયોટિકના વધારે પડતા ઉપયોગથી તેની અસરકારકતા ઘટી, બીમારી સામે પ્રતિકારનો રેશિયો 42% જેટલો નીચે આવ્યો
ઝૂમાં આવતા તમામ પ્રવાસીઓને પ્લાસ્ટિક બેગ, પાન-માવા કે ધૂમ્રપાન ન કરવા માટે નોટિસ લગાવવામાં આવી છે ઝૂમાં કામ કરતા કર્મચારીઓને પણ પાન-માવા ખાવાની સખ્ત મનાઈ ફરમાવી દેવાઈ છે....સક્કરબાગ ઝૂના સત્તાધીશો આગામી સમયમાં પણ ઝૂના વિકાસ અને પ્રાણીઓની સંભાળ માટે નવા-નવા આયોજનો હાથ ધરવા માટે કટિબદ્ધ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.