Inflation hit amid recession! The price of petrol is Rs. Crossing 80
બજાર /
મંદીના માર વચ્ચે મોંઘવારી! પેટ્રોલનો ભાવ વધીને પહોંચ્યો એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ
Team VTV03:36 PM, 26 Nov 19
| Updated: 04:08 PM, 26 Nov 19
પેટ્રોલના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આજે પેટ્રોલનો ભાવ એક વર્ષની સૌથી મહત્તમ સપાટીએ પહોંચી ગયો છે. દિલ્હી, મુંબઇ અને કોલકાતામાં પેટ્રોલની કિંમતમાં પ્રતિલિટર ૧૦ પૈસાનો વધારો થયો છે, જ્યારે ચેન્નઇમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિલિટર ૨૬ પૈસાનો વધારો થયો છે. આ સાથે ચેન્નઇમાં ડીઝલના રેટમાં પણ પ્રતિલિટર ૧૫ પૈસાનો વધારો થયો છે.
આજે પેટ્રોલનો ભાવ એક વર્ષની સૌથી મહત્તમ સપાટીએ પહોંચી ગયો
દિલ્હી, મુંબઇ અને કોલકાતામાં પેટ્રોલની કિંમતમાં પ્રતિલિટર ૧૦ પૈસાનો વધારો થયો
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ. ૭૪.૬૬ થઇ ગયો છે.
મુંબઈમાં પેટ્રોલ સૌથી મોંઘુ
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ. ૭૪.૬૬ થઇ ગયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૨૫ નવેમ્બર, ૨૦૧૮ના રોજ મહત્તમ સપાટીએ હતો, જ્યારે પેટ્રોલ પ્રતિલિટર રૂ. ૭૪.૮૪ પર પહોંચ્યું હતું.ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર આજે દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નઇમાં અનુક્રમે પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ. ૭૪.૭૬, રૂ.૮૦.૪૨, રૂ.૭૭.૪૪ અને રૂ.૭૭.૮૮ પર પહોંચી ગયો છે, જ્યારે ચાર મહાનગર દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નઇમાં ડીઝલનો ભાવ અનુક્રમે પ્રતિલિટર રૂ.૬૫.૭૩, રૂ.૬૮.૯૪, રૂ.૬૮.૧૪, રૂ.૬૯.૬૨ પર પહોંચી ગયો હતો.
આંતરરાષ્ટ્રીય ભાવો પણ વધ્યા
આ અગાઉ ચારેય મહાનગરમાં પેટ્રોલનો ભાવ ૨૫ નવેમ્બર, ૨૦૧૮ના રોજ અનુક્રમે રૂ.૭૪.૮૪, રૂ.૭૬.૮૨, રૂ.૮૦.૩૮ અને રૂ.૭૭.૬૯ હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર બેન્ચમાર્ક ક્રૂડ ઓઇલ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આ મહિને પ્રતિબેરલ ૩ ડોલરનો વધારો થતાં ઘરેલુ પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ ફેરફાર થાય છે.