બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Inflation flare..Middle class die! A can of coconut oil arrived at 3200

અંકુશ આવશે? / મોંઘવારીનો ભડકો..મધ્યમ વર્ગનો મરો! સીંગતેલનો ડબ્બો 3200એ પહોંચ્યો, દુકાનદારે જણાવ્યું કેમ વધ્યા તેલ ભાવ

Vishal Khamar

Last Updated: 11:31 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેમ જેમ તહેવારો નજીક આવી રહ્યા છે. તેમ તેમ સીંગતેલનાં ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. આજે ફરી એક વખત સીંગતેલનાં ભાવમાં રૂપિયા 30 નો વધારો થતા ડબાનો ભાવ રૂા. 3200 પહોંચ્યો હતો.

  • અમદાવાદમાં સીંગતેલના ભાવમાં વધારો
  • એક અઠવાડિયામાં ડબાએ 30 રૂપિયાનો વધારો
  • સીંગતેલના ડબાના ભાવ રૂ.3200 થયા

નવરાત્રી તેમજ દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ સીંગતેલનાં ભાવમાં પણ ઉછાળો આવી રહ્યો છે. અમદાવાદનાં તેલીબાયા માર્કેટમાં એક અઠવાડિયામાં સીંગતેલનાં ભાવમાં રૂા. 30 નો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે સીંગતેલનાં ભાવમાં રૂા. 30 નો વધારો થતા હવે સીંગતેલનો ડબાનાં રૂા. 3200 થયા હતા. તેલનાં ભાવ વધતા મધ્યમ વર્ગને વધુ એક માર પડ્યો છે.

સમીર શાહ (પ્રમુખ, ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એન્ડ સીડ્સ એસોસિયેશન)

ઉત્તર પ્રદેશથી આવતી મગફળીની આવકમાં હાલ ઘટાડોઃ સમીર શાહ (પ્રમુખ, ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એન્ડ સીડ્સ એસોસિયેશન)
આ બાબતે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એન્ડ સીડ્સ એસોસિયેશનનાં પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશથી આવતી મગફળીની આવકમાં હાલ ઘટાડો નોંધાયો છે. જેથી 95 ટકા મિલો બંધ છે. જ્યારે 5 ટકા મિલો જ ચાલુ છે. ત્યારે સામાન્ય રીતે બે મહિનાથી ઉત્તર પ્રદેશથી આવતી મગફળી પર આધાર રાખવો પડતો હતો. પરંતું ચાલુ વર્ષે ત્યાં ચોમાસુ વહેલું બેસી જતા પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે. જેનાં કારણે બે મહિનામાં ઉત્તર પ્રદેશથી આવતી મગફળીની આવક ઘટતા હાલ માલની  અછત સર્જાઈ છે.

 પીલાણ માટે ચાલે એવી મગફળી હાલમાં આવતી નથીઃ સમીર શાહ (પ્રમુખ, ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એન્ડ સીડ્સ એસોસિયેશન)
હાલ તો નવી મગફળીની આવક ચાલુ થવા પામી છે. ત્યારે રાજકોટ તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક થઈ હતી. પરંતું આ મગફળીનો વધુ પડતો ઉપયોગ કરીયાણા તેમજ સીંગદાણામાં થાય છે.  જેથી પીલાણ માટે ચાલે એવી મગફળી હાલમાં આવતી નથી. અને વરસાદ થવાથી પીલાણ લાયક મગફળીની અછત સર્જાઈ છે. ત્યારે હજુ આગામી દિવસોમાં સીંગતેલનાં ભાવમાં વધારો થઈ શકે છે.
હજુ પણ સીંગતેલનાં ભાવમાં તેજી આવવાની શક્યતા
હાલમાં સીંગતેલનાં ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. તહેવારો નજીકમાં આવી રહ્યા છે તેમ તેમ સીંગતેલનાં ભાવ આસમાને જઈ રહ્યા છે. ત્યારે જે લોકો પાસે મગફળી છે એ લોકો જરૂર પૂરતો જ મગફળીનો જથ્થો રિલીઝ કરી રહ્યા છે. જેથી મિલોમાં પીલાણ માટે મગફળી ઓછી આવી રહી છે. હજુ પણ સીંગતેલનાં ભાવમાં તેજી આવવાની શક્યતા છે. 

ગજાનંદ ગુપ્તા (વેપારી)

લોકો સીંગતેલનો ડબ્બો ખરીદવાનું ટાળી રહ્યા છેઃ ગજાનંદ ગુપ્તા (વેપારી)
આ બાબતે વેપારી ગજાનંદ ગુપ્તા એ જણાવ્યું હતું કે અઠવાડિયા પહેલા ખૂબ વધારો થયો હતો. ત્યારે હમણાં વરસાદ પડ્યો છે તો ભાવ ઘટવાની શક્યતાઓ છે. હજુ કંઈ કહી શકાય નહી હજુ પણ વધારો થાય અથવા ઘટાડો પણ થઈ શકે છે. ત્યારે હાલ સીંગતેલમાં મંદીનો માહોલ છે. તેમજ લોકો સીંગતેલનો ડબ્બો ખરીદવાનું ટાળી રહ્યા છે. હાલ ગ્રાહકો કપાસીયા તેલ ખરીદી રહ્યા છે. 

હિમાંશુ શાહ (ગ્રાહક)

સીંગતેલમાં ભાવ વધતા હાલ કપાસીયા ખરીદી કરી રહ્યા છીએઃ હિમાંશુ શાહ (ગ્રાહક)
આ બાબતે ગ્રાહક હિમાંશુ એ.શાહે ભાવ વધારા બાબતે જણાવ્યું હતું કે, અત્યારે હાલ ભાવ વધેલા છે. જેથી હાલ અમે કપાસીયા તેલ ખરીદી રહ્યા છીએ. જો ભાવ ઘટશે તો સીંગતેલ ખરીદશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ