બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / અજબ ગજબ / Indore: Waiter Slips on Hotel Floor, Dies in Freak Accident; Disturbing Video Goes Viral

અણધાર્યું મોત / VIDEO : કચરાં-પોતાએ જીવ લીધો, ભીની ફર્શ પર ચાલતાં ઊંધે માથે પટકાયો, હૃદયદ્રાવક વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 06:02 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતું મારેલા ભીના ફ્લોર પર ચાલવું પણ ક્યારેક મોતને આમંત્રણ આપી શકે છે તેવી એક આઘાતજનક ઘટના એમપીના ઈન્દોરમાં બની છે.

  • પોતું મારેલા ભીના ફ્લોર પર ચાલવું પણ આપી શકે મોતને આમંત્રણ
  • મધ્યપ્રદેશના ઈન્દોરની રેસ્ટોરન્ટમાં બની હૃદયદ્રાવક ઘટના
  • ભીની ટાઈલ પર ચાલવા જતા લપસતાં કર્મચારીનું મોત 

કચરા-પોતા કરેલા ફ્લોર પર ચાલવું પણ ખતરાથી ખાલી નથી અને આવી રીતે ચાલવામાં ક્યારેક મોત પણ મળી શકે છે. માટે ફ્લોર સુકાઈ ગયા બાદ ચાલવું વધારે હિતાવહ છે. મધ્યપ્રદેશના ઇન્દોરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો. અહીં એક રેસ્ટોરન્ટનો કર્મચારી પગ લપસી જવાને કારણે જમીન પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી આથી તેને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

રેસ્ટોરન્ટમાં ભીની ટાઈલે યુવાનનો લીધો જીવ 
ઈન્દોરની મિસ્ટર હોટલમાં કામ કરતો કર્મચારી રવિ શનિવારે રાત્રે લગભગ 11.00 વાગ્યે રેસ્ટોરન્ટ બંધ કરવા માટે સામાન હટાવી રહ્યો હતો. આ દરમિયાન એક ટેબલ હટાવતી વખતે તે ઊંઘા માથે પડ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. કચરા-પોતા કર્યાં હોવાથી ફ્લોર ભીનો હતો અને તેની પર ચાલવાં જતા તે ઊંધા માથે લપસી પડ્યો હતો. 

મૃતક માતાપિતાનો એકનો એક પુત્ર 
પરિવારનો આરોપ છે કે રેસ્ટોરન્ટની પાસે બોમ્બે હોસ્પિટલ છે, પરંતુ મેનેજમેન્ટ તેને બીજી હોસ્પિટલમાં લઈ ગયા. જો તેને ત્યાં લઈ જવામાં આવ્યો હોત તો તેનો જીવ બચી જાત. રવિ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેને ત્રણ બહેનો છે, જેમાંથી બેના લગ્ન થઈ ગયા છે. વિજયનગર પોલીસના જણાવ્યા મુજબ રવિ સ્કીમ નંબર 54માં આવેલી મિસ્ટર હોટેલમાં થોડા મહિનાથી કામ કરતો હતો. પોલીસ તેને અકસ્માત માની રહી છે. મૃતકના સાળા નરેન્દ્રએ જણાવ્યું કે, રેસ્ટોરન્ટ સંચાલકે પરિવારને જાણ કરી ત્યાં સુધીમાં રવિનું મોત થઈ ગયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ