ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Indonesian Student Becomes a Millionaire Selling Selfies as NFTs on OpenSea Marketplace

વાયરલ / યુવાનોએ કરવા જેવું કામ ! આ છોકરો સેલ્ફી વેચીને બન્યો કરોડપતિ, મળ્યાં 7 કરોડ, જાણો આખો મામલો

Published By: Hiralal

Last Updated: 06:45 PM, 20 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયાની કોલેજના એક સ્ટુડન્ટે પોતાની 1000 સેલ્ફી વેચીને કરોડપતિ બન્યો છે.

ADVERTISEMENT

  • ઈન્ડોનેશિયાના યુવાને સેલ્ફી વેચીને 7 કરોડની કમાણી કરી
  • કોલેજકાળની 1000 સેલ્ફીને NFTsમાં કન્વર્ટ કરીને વેચાણ માટે મૂકી 
  • OpenSea marketplaceએ યુવાનની સેલ્ફી ખરીદી 

તમે ધારો તો મોબાઈલમાંથી પણ કરોડો કમાઈ શકો છો. મનોરંજનની સાથે કમાણી કરવી તમારા હાથમાં જ છે. શું કોઈ સેલ્ફી વેચીને કરોડપતિ બની શકે? ઈન્ડોનેશિયાની કોલેજના એક વિદ્યાર્થીએ આ શક્ય કરી દેખાડ્યું છે અને બીજા યુવાનો માટે પણ પ્રેરણાદાયી કામ કર્યું છે.  ઈન્ડોનેશિયાની સેમરંગ કોલેજના કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી સુલતાન ગસતાફ ગોઝાલીએ પોતાની 1000 સેલ્ફી વેચીને કરોડપતિ બન્યો છે. 

3 ડોલર બધી સેલ્ફી હરાજીમાં મૂકી, મળ્યા 7 કરોડ 
ગોઝાલીએ જણાવ્યું કે મેં જ્યારે સેલ્ફીને હરાજીમાં મૂકી ત્યારે તેની કિંમત ફક્ત 3 ડોલર મૂકી હતી પરંતુ મેં ક્યારેય વિચાર્યુ નહોતું કે મને આટલા બધા પૈસા મળશે. સૌથી પહેલા એક સેલિબ્રિટી શેફે તેને ખરીદી અને સોશિયલ મીડિયા પર તેના ગુણગાન ગાયા, આ ઘટનાથી પ્રેરાઈને 400થી વધારે લોકોએ તેની સેલ્ફી ખરીદી લીધી હતી અને આ રીતે આંકડો 22 કરોડ થયો હતો. 

ગ્રેજ્યુએશન સમયની લીધી સેલ્ફી,  NFTsમાં કન્વર્ટ કરીને વેચાણ માટે મૂકી 
ગોઝાલીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મેં 2017થી 2021 સુધીના પાંચ વર્ષ સુધી મારી સેલ્ફી લેવાનું શરુ કર્યું હતું. મારા ગ્રેજ્યુએશન સમયની આ સેલ્ફી લીધી હતી. તેણે કમ્પ્યુટર સામે બેસીને તે ઊભેલી સ્થિતિમાં મોટાભાગની સેલ્ફી લીધી હતી ત્યાર બાદ તેણે આ સેલ્ફીને NFTs ફેરવી નાખી અને ડિસેમ્બર 2021 માં OpenSea marketplaceમાં અપલોડ કરી દીધી હતી અને આ રીતે તેના વેચાણ દ્વારા તેને 7 કરોડની રકમ મળી હતી. 

શરુઆતમાં વિચાર્યું લોકોને ફની લાગશે એટલી તસવીરો અપલોડ કરી 
22 વર્ષના છોકરાની ઓળખ સુલતાન ગુસ્તાફ અલ ગોજાલી  તરીકે થઈ છે. તે કમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી છે. સુલતાને 18 વર્ષની ઉંમરે 1000 સેલ્ફી લીધી હતી. તેણે સેલ્ફીનો વીડિયો 'ગોજલી એવરીવન'ના નામે બનાવ્યો હતો. શરૂઆતમાં તેણે આ વીડિયો એટલા માટે બનાવ્યો કે લોકોને તે ફની લાગશે અને તેને જોઈને લોકોને મજા આવી જશે પરંતુ તેને તો તેની ધારણા કરતા લાખ ગણુ મળ્યું. તેનો સેલ્ફીનો આ વીડિયો પ્રોજેક્ટ પીકર્સ NFT દ્વારા ખરીદવામાં આવ્યા હતા અને તેને 7 કરોડ રોકડા મળ્યાં હતા.  ગોઝાલીએ તેની સેલ્ફી ક્રિપ્ટોકરન્સી માટે એનએફટીની નીલામી સાઈટ પર મૂકી હતી અને તેની બધી સેલ્ફી ખરીદી લેવાઈ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Sultan Gustaf Al Ghozali Viral News viral video વાયરલ ન્યૂઝ વાયરલ વીડિયો Viral News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ