બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / India's Sanket Mahadev Sargar wins a silver medal for India in 55 Kg weight category

દેશ માટે ગૌરવ / કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પહેલો મેડલ, વેટલિફ્ટિંગમાં સંકેત મહાદેવે જીત્યો સિલ્વર

Hiralal

Last Updated: 04:48 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે. વેઈટ કેટેગરીમાં ભારતના સંકેત મહાદેવ સરગરે સિલ્વર મેડલ જીતી લીધો છે.

  • કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પહેલો મેડલ 
  • સંકેત મહાદેવ સરગરે વેઈટ લિફ્ટિંગમાં જીતો સિલ્વર
  • 55 કિલોની વેઈટ કેટેગરીમાં 248 કિલો વજન ઉચકીને મેળવી સિદ્ધિ 
  • ભારતના સ્ટાર વેઈટલિફ્ટર રમતવીર છે સંકેત મહાદેવ
  • 2021ની કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો હતો ગોલ્ડ 

2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની શુભ શરુઆત થઈ ચૂકી છે. ભારતીય ખેલાડીઓ ક્યાંય પાછા ન પડે તેનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે. વિશ્વની ગમે તે રમત હોય પરંતુ ભારતીય ખેલાડીઓ હંમેશા સિતારાની જેમ ચમકતા જ હોય છે અને તેનો મોટો દાખલો કોમનવેલ્થ ગેમ્સની શરુઆતમાં મળ્યો છે. ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે સિલ્વર મેડલ સાથે ભારતનું ખાતું ખુલી ગયું છે. આજે ભારતનો પ્રથમ મેડલ સ્ટાર વેઇટલિફ્ટર સંકેત મહાદેવ સરગરે જીત્યો છે. સંકેત સરગરે શનિવારે કોમનવેલ્થ ગેમ્સ 2022માં કમાલ કરી હતી. તેણે 55 કિલો વજનની રમતમાં 248 કિલો વજન ઉચકીને સિલ્વર મેડલ પોતાને નામે કર્યો હતો. 

એક કિલો માર્જિનથી ગોલ્ડ જીતવામાંથી ચૂક્યો સંકેત મહાદેવ

સંકેત મહાદેવ ફક્ત એક કિલો માર્જિનથી ગોલ્ડ જીતવામાંથી ચૂકી ગયો હતો. સંકેત 248 કિલો વજન ઉંચકીને સિલ્વર જીત્યો હતો જો તે 249 કિલો વજન ઉચકી શક્યો હોત તો તેણે ગોલ્ડ જીતી લીધો હોત. 

છેલ્લા બે પ્રયાસમાં ઈજાગ્રસ્ત થયો સંકેત, ગોલ્ડ ન મેળવી શક્યો 
બીજા રાઉન્ડના છેલ્લા બે પ્રયાસમાં સંકેતને ઈજા પહોંચી હતી. બીજ પ્રયાસમાં સંકેત 139 કિલો વજન ઉંચકવા માંગતો હતો, પણ તે ઉંચકી શક્યો નહતો અને તેને ઈજા થઈ હતી. આ પછી સંકેતને તાબડતોબ મેડિકલ સારવાર પૂરી પાડવામાં આવી હતી. ત્રીજા પ્રયાસમાં પણ તેને સફળતા મળી નહોતી જો તેને સફળતા મળી હોત તો ભારતને ગોલ્ડ મળ્યો હોત. 

સંકેત મહાદેવે 248 કિલો વજન ઉંચક્યું 
સરગરે કુલ 248 કિલો વજન ઉંચક્યું હતું. સ્નેચમાં તેણે 113 કિગ્રા અને ક્લિન એન્ડ જર્કમાં 135 કિગ્રા વજન ઉંચક્યું હતુ. સ્નેચમાં સાગરે પ્રથમ પ્રયાસમાં 107 કિગ્રા અને બીજા પ્રયાસમાં 111 કિગ્રા વજન ઉંચક્યું હતું. ત્રીજા પ્રયાસમાં તેણે પોતાનું પર્ફોમન્સ સુધાર્યું હતુ અને 113 કિગ્રા વજન ઉંચક્યું હતુ. તે જ સમયે, ક્લીન એન્ડર જર્કમાં સાગરે પ્રથમ પ્રયાસમાં 135 કિગ્રા અને બીજા પ્રયાસમાં 139 કિગ્રા વજન ઉંચક્યું હતું. 

પીએમ મોદીને સંકેતને અભિનંદન પાઠવ્યાં
પ્રધાનમંત્રી મોદીએ સંકેત મહાદેવ સરગરને સિલ્વર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

કોણ છે સંકેત મહાદેવ સરગર

રાષ્ટ્રીય સ્તરે અનેક સન્માનો જીતનાર સંકેત મહાદેવ સરગર મહારાષ્ટ્રના સાંગલીના રહેવાશી છે અને તેઓ ભારતના સ્ટાર વેઇટલિફ્ટર છે. સંકેતે ડિસેમ્બર 2021માં કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં નેશનલ રેકોર્ડ તોડ્યો હતો. તેણે ટૂર્નોમેન્ટમાં 113 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ જીત્યો હતો. તે ખેલો ઈન્ડીયા યૂથ ગેમ્સ  2020 અને ખેલો ઈન્ડીયા યુનિવર્સિટી ગેમ્સ 2022નો ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. 

ગોલ્ડ મેડલ જીતવો હતો- સિલ્વર જીત્યા બાદ બોલ્યાં સંકેત મહાદેવ
સિલ્વર જીત્યા બાદ સંકેત મહાદેવ સરગરે કહ્યું કે હું ખુશ છું પરંતુ સાથે દુખી પણ છું કારણ કે ગોલ્ડ મેડલ જીતવા માગતો હતો. ગોલ્ડ જીતવા માટે મેં છેલ્લા ચાર વર્ષથી મહેનત અને તૈયારી કરી રાખી હતી. પરંતુ કોણીની ઈજાને કારણે હું ગોલ્ડ ન જીતી શક્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ