બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Tech & Auto / સુરતના સમાચાર / Indias first Chinese technology air purifier built in surat

ચાઈનીઝ ટેક્નોલોજી / 24 મીટર ઉંચુ દેશનું પ્રથમ એર પ્યૂરીફાયર સુરતમાં બનશે, પ્રદૂષિત હવાને કરશે શુધ્ધ

Published By: Hiren

Last Updated: 12:47 AM, 18 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઔદ્યોગિક શહેર સુરત શહેરની જનતા પ્રદૂષણ મુક્ત શુધ્ધ હવા લઈ શકે તે માટે, મહાનગર પાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. હવાના પ્રદૂષણને કાબુમાં લેવા માટે યોજાયેલા એક સેમિનારમાં પાલિકાએ ચીન દ્વારા ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજીનો દેશમાં સૌથી પહેલા ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. શું છે આ ટેક્નોલોજી અને કઈ રીતે અશુધ્ધ હવા બનશે શુધ્ધ, જાણવા જેવું છે.

  • સુરતની હવાના પ્રદૂષણના સ્તરને ઘટાડવા કામગીરી આરંભી દિધી છે
  • સુરતની પ્રદૂષિત હવા પર કાબુ મેળવવા ઉપયોગમાં લેવાશે ચાઈનીસ ટેક્નોલોજી
  • સુરતના પ્રદૂષણને કંઈ રીતે ડામશે ચાઈના ? 

રાજ્યનું આર્થિક પાટનગર ગણાતાં સુરત શહેરની હવામાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. ઉદ્યોગો અને બાંધકામ હવાના પ્રદૂષણ માટે જવાબદાર મુખ્ય પરીબળો છે. 50 લાખથી વધુની વસ્તી ધરાવતાં સુરત શહેર માટે હવે પછીની સમસ્યા લોકોને શુધ્ધ હવા મળી રહે તે માટેની છે. શિયાળામાં દિલ્હીમાં જોવા મળતી હવાના પ્રદૂષણની સ્થિતીથી જાગેલી સુરત મહાનગર પાલિકાએ સુરતની હવાના પ્રદૂષણના સ્તરને ઘટાડવા કામગીરી આરંભી દિધી છે, ત્યારે હવાને શુધ્ધ કરવા માટે પાલિકાની નજર ચાઈનીઝ ટેક્નોલોજી પર પડી છે.

હવાને શુધ્ધ કરવાની શું છે ચાઈનીઝ ટેક્નોલોજી?

પ્રદૂષણને કારણે ગંભીર સ્થિતીનો સામનો કરી ચૂકેલા ચીનના ઝીયાન શહેરમાં હવાને શુધ્ધ કરવા માટે દુનિયા સૌથી ઉંચો એર પ્યૂરીફાયર ટાવર બનાવવામાં આવ્યો છે. 2017માં વર્ષના માત્ર 153 દિવસ જ ઝિયાન શહેરના રહેવાસીઓને આકાશનો ભૂરો રંગ જોવા મળ્યો હતો. વર્ષના બાકીના દિવસોમાં પ્રદૂષિત હવાને કારણે દિવસે પણ આકાશ તરફ નજર કરો તો કાળાશ જ દેખાતી હતી. જેના ઉકેલ રૂપે ચીન દ્વારા આ શહેરમાં 100 ફૂટ ઉંચાં ચીમની જેવા આકારના એર પ્યૂરીફાયર ટાવર બનાવવામાં આવ્યો હતો. આ ટાવર સોલાર પાવરની મદદથી કામ કરે છે અને પ્રદૂષિત હવાને શુધ્ધ બનાવી ફરીથી વાતાવરણમાં છોડે છે. આઈઆઈટી દિલ્હી અને સુરતની એસવીએનઆઈટી દ્વારા આ ટેક્નોલોજીનો સુરતમાં ઉપયોગ કરીને હવે સુરતઓને પ્રદૂષિત હવામાંથી મુક્તી આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

કેવું હશે સુરતનું એર પ્યૂરીફાયર ટાવર?

ચીનના ઝીયાન શહેરમાં ઉભું કરવામાં આવેલું એર પ્યૂરીફાયર ટાવર 100 મીટરની ઉંચાઈ ધરાવે છે. પરંતુ સુરત માટે 24 મિટરના એર પ્યૂરીફાયર ટાવરનું આયોજન વિચારાધીન છે. તેની પહોળાઈ 10 મીટરની હશે અને 500 ચોરસ મીટર જગ્યામાં તે આકાર પામશે. ટાવરમાં નિચેના ભાગમાં લગાડવામાં આવેલા પંખા પ્રદૂષિત હવાને પોતાની અંદર ખેંચશે અને વિવિધ ફિલ્ટર્સ માંથી તેને પસાર કરી ટાવરના ઉપરના ભાગમાંથી શુધ્ધ હવા વાતાવરણમાં છેડવામાં આવશે. એક અંદાજ મુજબ આ ટાવર દરરોજ 30 હજાર ક્યૂબિક મીટર હવા શુધ્ધ કરશે. જેનો લાભ 1 લાખ લોકોને મળશે.

સુરતમાં ક્યારે બનશે એર પ્યૂરીફાયર ટાવર?

ચીનના ઝીયાન શહેરમાં ઉભા કરવામાં આવેલા વિશ્ર્વના સૌથી પહેલાં એર પ્યૂરીફાયર ટાવરની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવનાર મિનેસોટા યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ પુઈને સુરતની મુલાકાત માટે આમંત્રીત કરવામાં આવ્યાં છે. તેમના તારણોને આધારે આઈઆઈટી દિલ્હી અને સુરતની એસવીએનઆઈટી દ્વારા સુરતમાં 24 મીટરની ઉંચાઈના દેશના સૌથી પહેલાં એર પ્યૂરીફાયર ટાવરનું નિર્માણ શરુ કરવામાં આવશે. સોલર પાવરની મદદથી જ ચાલનારા સુરતના ટાવરના નિર્માણ પાછળ હાલ 8 થી 12 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Chinese technology air purifier gujarat surat એર પ્યૂરીફાયર સુરત Chinese technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ