બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Indian star cricketer had a simple court-marriage wrote an emotional post for his mother

કોર્ટ મેરેજ / ભારતીય સ્ટાર ક્રિકેટરે સાદગીથી કર્યા કોર્ટ-મેરેજ, સ્વર્ગસ્થ માતા માટે લખી ભાવુક પોસ્ટ, જુઓ ફોટોઝ

Published By: Mahadev Dave

Last Updated: 05:11 PM, 14 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન વેદા કૃષ્ણમૂર્તિ લગ્નના બંધનમા બંધાઈ છે. જેમણે પોતાની મૃતક માતાના જન્મદિવસ નિમિતે બેંગલુરુ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં સાદગીથી લગ્ન કરી ભાવુક સંદેશ શેર કર્યો હતો.

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટ્સમેન વેદા કૃષ્ણમૂર્તિ લગ્નના તાંતણે બંધાઈ
  • બેંગલુરુ સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં સાદગીથી કર્યા લગ્ન
  • ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લગ્નની વિગત અને એક ભાવુક સંદેશ

ભારતની મહિલા ક્રિકેટ ટીમની શાનદાર બેટ્સમેન વેદા કૃષ્ણમૂર્તિ લગ્નના તાંતણે બંધાઈ છે. તેણીએ કર્ણાટકના ક્રિકેટર અર્જુન હોયસાલા સાથે લગ્ન કર્યાં છે પરંતુ સાત ફેરા ફર્યા નથી. કારણ કે તેમણે બેંગ્લોર ખાતે કોર્ટ મેરેજ કર્યા છે. વેદાએ સાદગીથી કોર્ટ મેરેજ કરી જીવનની નવી ઇનિંગની શરૂઆત કરી છે. તેમણે લગ્ન માટે ખાસ દિવસ પસંદ કર્યો છે. શાનદાર બેટ્સમેને મહત્વનો નિર્ણય લઈ માતા ચેલુવંબા દેવીના જન્મદિવસ પર લગ્ન કર્યા છે. મહત્વનું છે કે વેદની માતાનું 2021માં 66 વર્ષની વયે કોરોનાને પગલે મોત નીપજ્યું હતું. ત્યારે માતાના 67માં જન્મદિવસ નિમિત્તે વેદાએ લગ્ન કરી  તેના ઇન્સ્ટાગ્રામ લગ્નની માહિતી આપી હતી. સાથે જ એક ભાવુક સંદેશ પણ આપ્યો હતો.

કોરોનાને પગલે થયુ હતું બહેન અને માતાનું મોત

જેમાં તેમણે લખ્યું કે શ્રી અને શ્રીમતી આ તમારા માટે છે મમ્મી. તમારો જન્મદિવસ હંમેશા ખાસ અને યાદ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે વેદા કૃષ્ણમૂર્તિના માતાના મૃત્યુના બે અઠવાડિયા પછી જ કોરોના મહામારીએ તેમની 42 વર્ષની બહેન વત્સલા શિવકુમારનો પણ ભોગ લીધો હતો. જેમાં તેમને પોતાની મૃતક બહેનને યાદ કરીને " લવ યુ અક્કા (બહેન). લખ્યું હતું.

બેંગલુરુ સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં સાદગીથી કર્યા લગ્ન


વધુમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરેલા લગ્નના ફોટામાં તેના પતિ અર્જુન વિષે પણ લખ્યું હતું કે 'કોંગ્રેશ્યુલેશન મેરી જાન'.વધુમાં મારું જીવન હવે તારું છે. મહત્વનું છે કે વેદા અને અર્જુને બેંગલુરુમાં સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં સાદગીથી લગ્નની વિધિઓ પૂર્ણ કરઇ હતી. તેઓએ દસ્તાવેજો પર સહી કર્યા બાદ સોશિયલ મીડિયામાં જાણ  કરી છે. બન્ને એ પરિવારના થોડા સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. વેદાએ તેની કારકિર્દીમાં ભારતીય મહિલા ટીમ માટે અત્યાર સુધીમાં 48 વન ડે અને 76 T20 રમી છે. આ ઉપરાંત 2017માં વન ડે વર્લ્ડ કપ અને 2020માં T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ બની હતી જ્યારે તેના પતિ અર્જુન હોયસલા ડાબા હાથે બેટિંગ કરે છે અને રણજી ટ્રોફીમાં કર્ણાટક તરફથી રમી ચૂક્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

બેંગલુરુ સબ-રજિસ્ટ્રાર કચેરી ભારતીય મહિલા ક્રિકેટ લગ્ન વેદા કૃષ્ણમૂર્તિ સ્ટાર બેટ્સમેન Indian star cricketer

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ