બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઓગસ્ટથી બદલાઇ જશે રેલવેને લગતો 40 વર્ષ જૂનો આ નિયમ! મુસાફરો ખાસ જાણે

કામની વાત / ઓગસ્ટથી બદલાઇ જશે રેલવેને લગતો 40 વર્ષ જૂનો આ નિયમ! મુસાફરો ખાસ જાણે

Bijal Vyas

Last Updated: 03:00 PM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રેલ્વે ઓગસ્ટ મહિનાથી તેની લગભગ 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમને બદલવાની તૈયારીમાં છે. 1986 થી ઉપયોગમાં લેવાતી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) ને નવી આધુનિક સિસ્ટમ દ્વારા બદલવામાં આવશે.

ભારતીય રેલ્વે ઓગસ્ટ મહિનાથી તેની લગભગ 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમને બદલવાની તૈયારીમાં છે. 1986 થી ઉપયોગમાં લેવાતી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) ને નવી આધુનિક સિસ્ટમ દ્વારા બદલવામાં આવશે. રેલ્વેનો દાવો છે કે, આનાથી ટિકિટ બુકિંગ પહેલા કરતા ઝડપી, સરળ અને વધુ વિશ્વસનીય બનશે. સાથે જ મુસાફરોને ઘણી નવી સુવિધાઓનો લાભ મળશે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં રેલ ભવન ખાતે આ પ્રોજેક્ટનો રિવ્યૂ કર્યો હતો અને અધિકારીઓને સૂચના આપી હતી કે નવી સિસ્ટમમાં સંક્રમણ દરમિયાન મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તેની ખાતરી કરવામાં આવે. રેલ્વે ઓગસ્ટથી તબક્કાવાર રીતે ટ્રેનોને નવી રિઝર્વેશન સિસ્ટમમાં શિફ્ટ કરવાનું શરૂ કરશે.

1986 માં શરુ થઇ હતી આ સિસ્ટમ

ભારતીય રેલ્વેની વર્તમાન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ 1986 માં શરૂ કરવામાં આવી હતી. છેલ્લા ચાર દાયકામાં કેટલાક નાના ફેરફારો થયા હોવા છતાં, તેનું મુખ્ય માળખું મોટાભાગે સમાન રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, મુસાફરોની સંખ્યામાં અને ઓનલાઈન ટિકિટ બુકિંગમાં જબરદસ્ત વધારો થયો છે. તેવામાં રેલ્વેને વધુ સક્ષમ અને આધુનિક સિસ્ટમની જરૂર અનુભવાઈ હતી.

રેલવેએ 2002 માં ઇન્ટરનેટ દ્વારા ટિકિટ બુક કરવાની સુવિધા શરૂ કરી હતી. આજે લગભગ 88 ટકા ટિકિટ ઓનલાઈન બુક થાય છે. તેવામાં આ નવી સિસ્ટમ વધતી જતી ડિજિટલ માંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

train-new

વધારે ક્ષમતાવાળી થશે નવી સિસ્ટમ

રેલવેના જણાવ્યા અનુસાર, નવી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ આધુનિક ટેકનોલોજી પર આધારિત છે અને હાલની સિસ્ટમની તુલનામાં નોંધપાત્ર રીતે વધુ ક્ષમતા સાથે કાર્ય કરશે. આનાથી ટિકિટ બુકિંગ દરમિયાન સર્વર પરનો ભાર ઓછો થશે અને મુસાફરોને વેબસાઇટ અથવા એપ્લિકેશન પર વધુ સારો અનુભવ મળશે.

તહેવારો દરમિયાન અથવા 'તત્કાલ' ટિકિટ બુક કરતી વખતે વેબસાઇટ ધીમી પડી જવાની અથવા ટેકનિકલ ખામીઓનો સામનો કરવાની ફરિયાદો ઘણીવાર ઉભી થાય છે. રેલ્વે કહે છે કે, નવી સિસ્ટમ આવી સમસ્યાઓમાં ઘણો ઘટાડો કરશે.

RailOne એપની લોકપ્રિયતા વધી

રેલવેનું આ પગલું તેની ડિજિટલ રણનીતિ એક ભાગ છે. જુલાઈ 2025 માં લોન્ચ કરાયેલ રેલવાન એપ એક વર્ષથી ઓછા સમયમાં 35 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ થઈ છે.

આ એપ દ્વારા મુસાફરો ટિકિટ બુક અને રદ કરી શકે છે, ટ્રેનોનું લાઈવ લોકેશન જોઈ શકે છે, પ્લેટફોર્મ અને કોચ વિશે માહિતી મેળવી શકે છે, ફરિયાદો નોંધાવી શકે છે અને અન્ય વિવિધ રેલ્વે સેવાઓનો લાભ લઈ શકે છે.

રેલવેના ડેટા અનુસાર, આ એપ દ્વારા દરરોજ આશરે 9.29 લાખ ટિકિટ બુક કરવામાં આવી રહી છે. જેમાં લગભગ 7.2 લાખ બિનઅનામત અને 2.09 લાખ અનામત ટિકિટ સામેલ છે.

Train-Ticket

AI બનાવશે ટિકિટ કન્ફોર્મ થવાની સંભાવના

નવી સિસ્ટમની ખાસ સુવિધાઓમાંની એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત વેટિંગ ટિકિટ પ્રેડિક્શન ફીચર છે. આ સુવિધા મુસાફરોને તેમની વેઇટલિસ્ટ ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના છે.

રેલવેના જણાવ્યા અનુસાર, આ ફીચરની ચોકસાઈ પહેલા લગભગ 53 ટકા હતી પરંતુ હવે તે વધીને 94 ટકા થઈ ગઈ છે. આનાથી મુસાફરોને તેમની મુસાફરીનું વધુ સારી રીતે આયોજન કરવામાં અને અનિશ્ચિતતા ઘટાડવામાં મદદ મળશે.

કરોડો યાત્રીઓને થશે ફાયદો

ભારતીય રેલ્વે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંનું એક છે, જેની સેવાઓનો ઉપયોગ દરરોજ લાખો લોકો કરે છે. આ સેવામાં ઓગસ્ટમાં શરૂ થનારા પરિવર્તનને રેલ્વેના ડિજિટલ પરિવર્તનના ઇતિહાસમાં સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ આ તારીખ સુધીમાં બંધ થઇ જશે 7 મોટી ભરતીઓ માટેની એપ્લિકેશન Window, તો જલ્દી કરો!

રેલવે તેની લગભગ 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમમાં ફેરફાર કરીને સંપૂર્ણપણે આધુનિક ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે. નવી સિસ્ટમ ટિકિટ બુકિંગને ઝડપી, સ્માર્ટ અને વધુ વિશ્વસનીય બનાવવાની અપેક્ષા છે, જેનાથી દેશભરના લાખો રેલ મુસાફરોને ફાયદો થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI ticket confirmation update new reservation system launch indian railways
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ