ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:54 AM, 9 August 2025
ADVERTISEMENT
તહેવારો દરમ્યાન મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે રેલવેએ 'રાઉન્ડ ટ્રીપ પેકેજ' યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, જે મુસાફરો નિર્ધારિત સમય મર્યાદામાં તેમની પરત યાત્રા બુક કરાવશે તેમને પરત ટિકિટના મૂળ ભાડા પર 20% ડિસ્કાઉન્ટ મળશે.
ADVERTISEMENT
આ યોજના ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ થી શરૂ થશે. આ અંતર્ગત જવાની મુસાફરી માટે ટિકિટ ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ ની વચ્ચેની તારીખ માટે બુક કરાવવાની રહેશે. આવવાની ટિકીટ એટલે કે રિટર્ન ટિકીટ ૧૭ નવેમ્બર ૨૦૨૫ થી ૧ ડિસેમ્બર ૨૦૨૫ ની વચ્ચેની તારીખ માટે કનેક્ટિંગ જર્ની ફિયર દ્વારા બુક કરાવવાની રહેશે.
આ યોજનામાં ડિસ્કાઉન્ટ ફક્ત ત્યારે જ મળશે જો બંને બાજુની ટિકિટ કન્ફર્મ હોય અને તે જ મુસાફરોના નામે હોય. રિટર્ન ટિકિટ બુક કરાવવા માટે એડવાન્સ રિઝર્વેશન સમયગાળો લાગુ થશે નહીં. રિટર્ન મુસાફરીના મૂળ ભાડા પર જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભાડાની આવક લઈ રહેલા લોકો માટે મોટા સમાચાર, સરકાર કરી રહી છે આ કામ, સાવધાન!
રેલવેએ જણાવ્યું હતું કે આ યોજના હાલમાં પ્રાયોગિક ધોરણે લાગુ કરવામાં આવી છે, જેથી તહેવારો દરમિયાન બંને બાજુ ટ્રેનોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો