બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / indian oil corporation open 50 new petrol pump in shri lanka to reduce crude oil crises

સંકટ / પાડોશી દેશ શ્રીલંકામાં ઇંધણની તંગી વચ્ચે Indian Oil ખોલશે નવા 50 પેટ્રોલ પંપ

MayurN

Last Updated: 04:12 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન ઓઇલ કોર્પ રોકડની તંગીવાળા ટાપુ રાષ્ટ્રમાં 50 પેટ્રોલ પંપ ખોલીને શ્રીલંકામાં તેના વ્યવસાયનો વિસ્તાર કરશે.

  • IOC શ્રીલંકામાં નવા પેટ્રોલ પંપ ખોલશે 
  • ઘણા સમયથી દેશમાં ઇંધણની અછત
  • સરકારી ઓઈલ કંપની પાસે પુરવઠો નથી 

ઇન્ડિયન ઓઇલ કોર્પ (IOC) રોકડની તંગીવાળા ટાપુ રાષ્ટ્રમાં 50 પેટ્રોલ પંપ ખોલીને શ્રીલંકામાં તેના વ્યવસાયનો વિસ્તાર કરશે એવું તેની શ્રીલંકન શાખા લિઓકના મેનેજિંગ ડિરેક્ટર મનોજ ગુપ્તાએ સોમવારે જણાવ્યું હતું. "અમને 50 નવા પેટ્રોલ પંપ ખોલવાની મંજૂરી મળી ગઈ છે. અમે આ માટે શ્રીલંકાની સરકારનો આભાર માનીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.

ભાવમાં ઉછાળો જોવા મળ્યો
આ વર્ષની શરૂઆતથી જ શ્રીલંકામાં ઈંધણની અછત જોવા મળી રહી છે. શ્રીલંકાને વિદેશથી તેલ ખરીદવા માટે પર્યાપ્ત વિદેશી હૂંડિયામણના અભાવે ઇંધણનો પૂરતો પુરવઠો મળી રહ્યો નથી. આ સમયગાળા દરમિયાન, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘણી વખત વધારો કરવામાં આવ્યો છે.

સરકારી પુરવઠો પૂરો થયો
આ કટોકટીની ટોચ પર, એલઆઇઓસી જૂન-જુલાઈમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનું વેચાણ કરનારી એકમાત્ર કંપની હતી. શ્રીલંકાની સરકારી ઓઈલ કંપની સીપીસીનો પુરવઠો જૂનના મધ્યમાં બંધ થઈ ગયો હતો, જેના કારણે આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો હતો.

હિસ્સેદારીમાં વધારો થશે
આ સ્થિતિમાં નવા પેટ્રોલ પંપ ખોલવાની મંજૂરીથી ઉત્સાહિત એલઆઇઓસીના વડાએ જણાવ્યું હતું કે સંભવિત ભાગીદારોની શોધ માટેની જાહેરાતો ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. કંપની હાલમાં શ્રીલંકામાં 216 પેટ્રોલ પમ્પ ચલાવે છે. પાડોશી દેશમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ માર્કેટમાં તેનો હિસ્સો 16 ટકા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ