બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / લાઈફસ્ટાઈલ / indian navy recruitment 2024 ssc officer in navy without exam join Indian navy

ઉજ્જવળ તક / જલ્દી કરો! ભારતીય નૌસેનામાં નોકરી મેળવવાનો આ છે ગોલ્ડન સમય, મળશે 56000 સુધીની સેલરી, જાણો અંતિમ તારીખ

Manisha Jogi

Last Updated: 12:05 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે યુવાઓ ભારતીય નૌસેનામાં ઓફિસર બનવા માંગતા હોય તે લોકો માટે એક શાનદાર તક છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર ભારતીય નૌસેનાની અધિકૃત વેબસાઈટ પરથી અરજી કરી શકે છે.

  • ભારતીય નૌસેનામાં ઓફિસર બનવા માટે શાનદાર તક
  • અધિકૃત વેબસાઈટ પરથી અરજી કરો અરજી
  • 56,000 સુધીનો મળશે માસિક પગાર

જે યુવાઓ ભારતીય નૌસેનામાં ઓફિસર બનવા માંગતા હોય તે લોકો માટે એક શાનદાર તક છે. ભારતીય નૌસેનાએ એક્ઝીક્યુટીવ બ્રાંચમાં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ અપરિણીત પુરુષ અને અપરિણીત મહિલા ઉમેદવાર માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર ભારતીય નૌસેનાની અધિકૃત વેબસાઈટ પરથી અરજી કરી શકે છે. 

આ ભરતી પ્રક્રિયા હેઠળ જે ઉમેદવારોની પસંદગી થાય તે તમામ ઉમેદવારને ઓફિસરના પદ પર નિયુક્ત કરવામાં આવશે. ભારતીય નૌસેના ભરતી 2024ની મદદથી કુલ 4 પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે. આ પોસ્ટ માટે 20 જાન્યુઆરીથી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે, આ પોસ્ટ પર 4 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે. જો તમે પણ નૌસેના અધિકારી બનવા માંગો છો, તો તમારે આ તમામ માહિતી જાણવી જરૂરી છે. 

ભારતીય નૌસેનામાં આ પોસ્ટ પર ભરતી- 

ભારતીય નૌસેનામાં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ અપરિણીત પુરુષ અને અપરિણીત મહિલા ઉમેદવાર માટે એક્ઝીક્યુટીવ બ્રાંચમાં ભરતી કરવામાં આવી રહી છે. 

  • SSC એક્ઝીક્યુટીવ (લીગલ)- 2 પોસ્ટ
  • SSC એક્ઝીક્યુટીવ (સ્પોર્ટ્સ)- 2 પોસ્ટ

વયમર્યાદા અને પાત્રતા- 

  • SSC એક્ઝીક્યુટીવ (લીગલ)- જે ઉમેદવાર આ પોસ્ટ પર નોકરી મેળવવા માંગે છે, તે ઉમેદવારની ઉંમર 26 વર્ષથી વધુ ના હોવી જોઈએ. અરજી કરનાર ઉમેદવારે 55 ટકા સાથે લૉની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. 
  • SSC એક્ઝીક્યુટીવ (સ્પોર્ટ્સ)- જે ઉમેદવાર આ પોસ્ટ પર નોકરી મેળવવા માંગે છે, તે ઉમેદવારની ઉંમર 26 વર્ષથી વધુ ના હોવી જોઈએ. અરજી કરનાર ઉમેદવારે BE/B.techની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. ઉપરાંત નેશનલ ગેમ્સમાં એથ્લેટિક્સ, ફૂટબોલ, સ્વિમિંગ તથા અન્ય સ્પોર્ટ્સની ડિગ્રી હોવી જોઈએ.

વધુ વાંચો: 'એવું લાગ્યું કે જાણે મારો સમય પૂરો થઇ ગયો', અકસ્માત બાદ પ્રથમવાર ઋષભ પંતે સંભળાવી આપવિતી

પગારધોરણ- જે ઉમેદવારની આ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. તે ઉમેદવારને 7માં પગારપંચ અનુસાર માસિક 56,000નો પગાર આપવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ