ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / India vs West Indies 1st T20 Navdeep Saini makes international debut for India
ADVERTISEMENT
નવદીપ સૈનીએ જોરદાર બોલિંગ કરતા ચાર ઓવરોમાં એક મેડન સહિત માત્ર 17 રન આપીને ત્રણ વિકેટ લીધી. નવદીપ સૈનીને એના શાનદાર પ્રદર્શન માટે 'મેન ઑફ ધ મેચ' નો અવોર્ડ આપવામાં આવ્યો.
ADVERTISEMENT

આ મેચમાં સૈનીએ વેસ્ટઇન્ડિઝ ઇનિંન્ગની છેલ્લી ઓવર મેડન ફેંક્યો અને નવો રેકોર્ડ બનાવી દીધો. ટી 20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઇનિંન્ગની છેલ્લી ઓવર મેડન ફેંકનાર નવદીપ સૈની પહેલા ભારતીય ખેલાડી છે.
ADVERTISEMENT
વર્લ્ડ ક્રિકેટમાં આ પહેલા માત્ર 3 બીજા ખેલાડીઓએ આવું કારનામું કર્યું છે. ટી2 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલા ન્યૂઝીલેન્ડના જીતન પટેલ, પાકિસ્તાનના મોહમ્મદ આમિર અને સિંગાપુરના જનક પ્રકાશે ઇનિંન્ગની છેલ્લી ઓવરમાં મેડન ફેંક્યો છે.

ADVERTISEMENT
પરંતુ નવદીપ સૈની અને જનક પ્રકાશ દુનિયાના એવા ખેલાડી છે, જેમને પોતાની પહેલી મેચમાં ઇનિંન્ગની છેલ્લી ઓવરમાં મેડન ફેંક્યો હો. દુનિયામાં આ કારનામું અત્યાર સુધી બીજો કોઇ ખેલાડી કરી શક્યો નથી.
સૈનીએ પોતાની પહેલી ઓવરમાં બે વિકેટ ઝડપી. ટી 20માં પોતાની ડેબ્યૂ મેચની પહેલી જ ઓવરમાં બે વિકેટ લેનાર સૈની બીજો ભારતીય બોલર બની ગયો છે. આ પહેલા 2009માં પ્રજ્ઞાન ઓઝાએ બાંગ્લાદેશની વિરુદ્ધ પોતાની ડેબ્યૂ મેચની પહેલી જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT

આ ઉપરાંત નવદીપ સૈની ટી20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ મેચમાં 'મેન ઑફ ધ મેચ' નો અવોર્ડ જીતનાર છઠ્ઠો ભારતીય ખેલાડી છે. નવદીપ સૈની પહેલા દિનેશ કાર્તિક, પ્રજ્ઞાન ઓઝા, એસ બદ્રીનાથ, અક્ષર પટેલ અને બરિંદર સરાં ડેબ્યૂ મેચમાં 'મેન ઓફ ધ મેચ' નો અવોર્ડ જીતી ચુક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ