બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચવા તૈયાર, અશ્વિન તોડશે શેન વોર્નનો 18 વર્ષ જૂનો રેકોર્ડ
Last Updated: 02:17 PM, 15 September 2024
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થવા જઈ રહી છે અને આ સિરીઝની પહેલી ટેસ્ટ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના ફેન્સ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને વિકેટો લેતા જોવા માટે ઉત્સુક છે. આટલું જ નહીં આ સિરીઝમાં રવિચંદ્રન અશ્વિન ઈતિહાસ રચવાથી પણ તક છે અને તે ઓસ્ટ્રેલિયાના સ્પિનર શેન વોર્નનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે.
ADVERTISEMENT
Preps in full swing here in Chennai! 🙌
— BCCI (@BCCI) September 14, 2024
Inching closer to the #INDvBAN Test opener ⏳#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/F9Dcq0AyHi
અશ્વિને ત્રણેય ફોર્મેટ સહિત 281 મેચની 368 ઇનિંગ્સમાં 744 વિકેટ લીધી છે. છ વિકેટ લઈને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 750 વિકેટ લેનારો બીજો ભારતીય ખેલાડી બની જશે. હાલમાં ભારત માટે માત્ર અનિલ કુંબલેએ આ સિદ્ધિ મેળવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 401 મેચોની 499 ઇનિંગ્સમાં 953 વિકેટ લીધી છે.
ADVERTISEMENT
🧵 Snapshots from #TeamIndia's training session in Chennai ahead of the 1st Test against Bangladesh.#INDvBAN pic.twitter.com/nqg94A73ju
— BCCI (@BCCI) September 13, 2024
જો આ સીરિઝમાં અશ્વિન 4 વિકેટ લેશે તો તે કર્ટની વોલ્શને પાછળ છોડી દેશે અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં આઠમા સ્થાને પહોંચી જશે. અત્યાર સુધી અશ્વિને ટેસ્ટમાં 100 મેચોની 189 ઇનિંગ્સમાં 516 વિકેટ લીધી છે જ્યારે વોલ્શે 132 મેચોની 242 ઇનિંગ્સમાં 519 વિકેટ લીધી છે.
ADVERTISEMENT

રવિચંદ્રન અશ્વિને ભારત માટે 100 ટેસ્ટ મેચ રમીને અત્યાર સુધીમાં કુલ 36 વખત 5 વિકેટ ઝડપી છે. શેન વોર્ને ઓસ્ટ્રેલિયા માટે 145 ટેસ્ટ મેચ રમીને કુલ 37 વખત 5 વિકેટ ઝડપી હતી. જો રવિચંદ્રન અશ્વિન બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ સીરિઝમાં બે વખત 5 વિકેટ ઝડપવામાં સફળ થશે તો તે શેન વોર્નના 18 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખશે. આ સાથે રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 38 વખત 5 વિકેટ ઝડપનાર બોલર બની જશે.
ADVERTISEMENT
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમ
ADVERTISEMENT
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, આર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ , જસપ્રિત બુમરાહ, યશ દયાલ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.