બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શેરબજારમાં ગુરુવારે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. પહેલી વખત ભારતીય સેંસેક્સ 50 હજારના આંકડાને પાર જોવા મળ્યો છે. ગુરુવારે જ્યારે માર્કેટની શરુઆત થઇ ત્યારે સેન્સેક્સ 50 હજાર અને નિફ્ટી 14730 પોઇન્ટ સાથે ખુલેલું જોવા મળ્યું.
Sensex jumps 230.69 pts to cross 50,000-mark for first time; Nifty surges 72.95 pts to record 14,717.65
— Press Trust of India (@PTI_News) January 21, 2021
ADVERTISEMENT
અમેરિકામાં જો બાઇડેને બુધવારે 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. આ સાથે જ અમેરિકામાં બાઇડેન યુગનો પ્રારંભ થઇ ગયો છે. આ સત્તા પરિવર્તન પર દુનિયાની નજર હતી. બાઇડેનના આવાથી ટ્રમ્પની કેટલીક નીતિઓને પલટી નાંખવામાં આવી અને ઐતિહાસિક પગલુ લેવામાં આવ્યું છે. જેને લઇને ભારતીય રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો.
ADVERTISEMENT

બુધવારે પણ જોવા મળી હતી તેજી
આ સપ્તાહના ત્રીજા કારોબારી દિવસ એટલે કે બુધવારે પણ શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ જોવા મળ્યું હતું. કારોબારની શરુઆત સેંસેક્સમાં 110 પોઇન્ટની તેજી સાથે 49,508,79 પર ખુલ્યુ અને સવારે 10 વાગ્યાની આસપાસ 209 પોઇન્ટના ઉછાળા સાથે 49,607 પર પહોંચ્યો હતું.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજની નીફ્ટી 17 પોઇન્ટની તેજી સાથે 14,538.30 પર ખુલી અને થોડા જ સમયમાં 14,592.40 સુધી પહોંચી ગયા. કારોબારમાં અંતમાં સેંસેક્સ 393.83 પોઇન્ટની તેજી સાથે 49,792.12 બંધ થયું. બીજ તરફ નિફ્ટી 123 પોઇન્ટની તેજી સાથે 14,644.70 પર બંધ થયો.
ક્યારે-ક્યારે તોડ્યો બજારે રેકોર્ડ?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.