બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / India start with a bang in Asian Games: 2 medals make the country proud
Priyakant
Last Updated: 09:01 AM, 24 September 2023
ADVERTISEMENT
Asian Games 2023 : હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતમાંથી કુલ 655 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જે દેશની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. ભારતીય ખેલાડીઓ કુલ 40 ઈવેન્ટમાં પડકાર આપશે. આજે ચાહકોની નજર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર છે, જે બાંગ્લાદેશ સામે સેમિફાઇનલ મેચ રમવા આવી છે. ભારત સ્વિમિંગ અને ફેન્સિંગમાં પણ મેડલ મેળવી શકે છે. બોક્સર નિખત ઝરીન પણ તેના અભિયાનની શરૂઆત કરશે.
ADVERTISEMENT
ભારતને 19મી એશિયન ગેમ્સમાં શૂટિંગમાં પહેલો મેડલ મળ્યો. મેહુલી ઘોષ, આશી ચૌકસે અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ભારત માટે આ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ભારતે રોઈંગમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.
India's women's team wins silver medal in 10m air rifle shooting event at Asian Games
— Press Trust of India (@PTI_News) September 24, 2023
એશિયન ગેમ્સમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે. શૂટિંગમાં ભારતે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં 1886 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. મેહુલી ઘોષ, આશિ ચોકસી અને રમિતાની ત્રિપુટીએ ભારત માટે આ મેડલ જીત્યો છે. રમિતાએ 631.9, મેહુલીએ 630.8 અને આશિએ 623.3નો સ્કોર કર્યો હતો. આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ચીનને મળ્યો હતો.
Arjun Lal Jat and Arvind Singh win silver medal in men's lightweight doubles sculls event in rowing at Asian Games
— Press Trust of India (@PTI_News) September 24, 2023
ભારતે બીજો મેડલ જીત્યો છે. રોઇંગમાં અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સમાં સિલ્વર મેડલ જીત્યા. ભારતની મહિલા ક્રિકેટ ટીમે 19મી એશિયન ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં બાંગ્લાદેશે ભારતને જીતવા માટે માત્ર 52 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ભારતે સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવીને એશિયા કપ 2023 મહિલા ક્રિકેટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે જ આ સ્પર્ધામાં ટીમ ઈન્ડિયાનો સિલ્વર મેડલ પણ નિશ્ચિત થઈ ગયો છે. ભારતની ખિતાબની લડાઈ 25 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા સામે થશે અને ટીમ બીજી સેમિફાઇનલ જીતશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા બાંગ્લાદેશની આખી ટીમ 51 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમના 9 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા નહોતા, જ્યારે પૂજા વસ્ત્રાકરે ભારત તરફથી સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ 52 રનનો આ સાધારણ ટાર્ગેટ માત્ર 8.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.ભારતે સ્મૃતિ મંધાના (7) અને શેફાલી વર્મા (17)ના રૂપમાં બે વિકેટ ગુમાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.